સંબિત પાત્રાના રાહુલ ગાંધી પર પ્રહાર : ઉપવાસના નામે મિથ્યાગ્રહ

રાહુલ ગાંધીના ઉપવાસ અંગે ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. સંબિત પાત્રાએ જણાવ્યું કે, શાંતિ અને સૌહાર્દની વાત કરતી કોંગ્રેસ ઉપવાસના નામે મિથ્યાગ્રહ કરી રહી છે. કોંગ્રેસના ઉપવાસ આંદોલનમાં શીખ રમખાણના આરોપીઓને પણ પરત ફરવુ પડ્યું છે. કોંગ્રેસ ભાજપ પર હિંસાના આરોપ લગાવી રહી છે. પરંતુ દંગા માસ્ટર કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકર સાથે કરેલા અન્યાયનો પણ જવાબ આપવો જોઈએ. સંબિત પાત્રાએ વધુમાં જણાવ્યુ કે, કોંગ્રેસ રાહુલ ગાંધીને લોન્ચ કરવા માટે કોઈપણ હદે જઈ શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પાટીદારોને ગુમરાહ કર્યા હતાં. અને હવે રાહુલ ગાંધી ઉપવાસના નામે મિથ્યાગ્રહ કરી રહ્યા  છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter