વૉશિંગ્ટનમાં ઉદ્યોગપિતને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી, કાલે કરશે NRIsને સંબોધિત

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા કેટલાક દિવસથી અમેરિકાના પ્રવાસે છે અને તેમણે વોશિંગ્ટન ડીસીમાં ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી. રાહુલે સેન્ટર ફોર અમેરિકન પ્રોગેસ દ્વારા આયોજિત પોલિસી એન્ડ લો મેકર્સના સાથે પણ મુલાકાત કરી હતી.

રાહુલ ગાંધી ન્યુયોર્કની પણ મુલાકાત લેવાના છે અને તે દરમિયાન NRI ને સંબોધિત કરવાના છે. રાહુલ ગાંધી ન્યુયોર્કના ટાઈમ્સ સ્કવેર પાસે હોટર મેરિયટમાં 20 સપ્ટેમ્બરે ભાષણ કરશે.

રાહુલ ગાંધીએ ગત સપ્તાહે બર્કલે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં સંબોધન કર્યુ હતુ, જેમાં ભારતમાં સમાજની સાથે આર્થિક મોર્ચાના પડકારો પર વાત કરી હતી. રાહુલ ગાંધીએ માન્યુ કે, ”રાજનીતિમાં અંહકારથી બચવું જરૂરી છે.” આ સાથે તેમણે સ્વીકાર પણ કર્યો કે ”2012માં કોંગ્રેસમાં અહંકાર આવી ગયો હતો. ”

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter