અંતિમ ટેસ્ટમાં શ્રીલંકા સામે ભારતનો સંગીન પ્રારંભ, ધવનની સદી

ભારત અને શ્રીલંકા વચ્ચે પલ્લેકલમાં રમાઇ રહેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઓપનર બેટસમેન શિખર ધવનની શાનદાર સદીની મદદથી પ્રથમ દિવસના અંતે 6 વિકેટ ગુમાવી 329 રન બનાવ્યા છે. દિવસના અંતે રિદ્વિમાન સાહા 13 રને અને હાર્દિક પંડ્યા 1 રને અણનમ રહ્યાં હતા.

ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરતા ભારતીય ઓપનરો શિખર ધવન અને લોકેશ રાહુલે ટીમને મજબૂત પ્રારંભ કરાવ્યો હતો. બંનેએ પ્રથમ વિકેટ માટે 188 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. આ સમયે લોકેશ રાહુલ અંગત 85 રન બનાવી આઉટ થતાં ટીમે પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ ચેતેશ્વર પૂજારા 8 રન બનાવી આઉટ થતાં ટીમને ઝટકો લાગ્યો હતો. જો કે, શિખર ધવનના આક્રમક 119 રન અને કપ્તાન વિરાટ કોહલીના 42 રનની મદદથી ટીમે દિવસના અંતે 6 વિકેટ ગુમાવી 329 રન બનાવ્યા હતા. અજ્કિંય રહાણેએ 17 રન, રવિચંદ્રન અશ્વિને 31 રન બનાવ્યા હતા. જ્યારે દિવસના અંતે રિદ્વિમાન સાહા 13 રને અને હાર્દિક પંડ્યા 1 રને રમતમાં છે. શ્રીલંકા તરફથી સૌથી વધુ 3 વિકેટ મલિન્દા પુષ્કકુમારાએ લીધી હતી. જ્યારે સદાકનને 2 વિકેટ મળી હતી. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં 2-0થી આગળ છે.

આ પણ વાંચો,

શ્રીલંકા સામે ધવનની સદી, બનાવ્યો મોટો રેકોર્ડ

IND vs SL : લોકેશ રાહુલે એ કરી બતાવ્યું જે અત્યાર સુધી ભારતનો કોઈ બેટ્સમેન નથી કરી શક્યો

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter