રાફેલ નડાલે મેળવ્યો ATP વર્લ્ડ નંબર-1 નો એવોર્ડ

સ્પેનિશ ટેનિસ સ્ટાર રાફેલ નડાલને રવિવારે લંડનના ઓ2 અરેનામાં એટીપી વર્લ્ડ ટૂર ફાઇનલ્સની કોર્ટ પર એટીપી વર્લ્ડ નંબર-1નો એવોર્ડ આપવામાં આવ્યો.

31 વર્ષના રાફેલ નડાલે 21 ઓગસ્ટે બ્રિટેનના એન્ડી મરેને પાછળ છોડતા વર્લ્ડ રેંકિંગમાં પહેલું સ્થાન હાંસલ કર્યું હતું. તથા તે ચોથી વાર વર્ષના અંત સુધી નંબર 1 ખેલાડી બની રહેશે.

તેની પહેલા રાફેલ નડાલે 2008, 2010 અને 2013માં એટીપી રેંકિંગાં નંબર વન ખેલાડીનો તાજ મેળવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર નડાલના સિઝનમાં 6 ટાઇટલ જીત્યા છે. તેમાં ફ્રેન્ચ ઓપન અને યૂએસ ઓપનના રૂપમાં બે ગ્રાન્ડસ્લેમ તથા બે એટીપી માસ્ટર્સ 1000 ટાઇટલ સામેલ છે.

એટીપી વર્લ્ડ રેંકિંગ ઇતિહાસમાં નડાલ વર્ષના સુધી નંબર વન ખેલાડી બની રહેનાર સૌથી મોટી ઉંમરો ખેલાડી છે. નડાલ માટે વર્ષ 2017 શાનદાર રહ્યું છે. તે આ વર્ષે બે ગ્રાન્ડસ્લેમ ટાઇટલ પોતાના નામે કરવામાં સફળ રહ્યો છે. નડાલ કુલ 16 વાર ગ્રાન્ડસ્લેમ વિજેતા છે.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter