રબારી-ભરવાડ સમાજ દ્વારા પરંપરાગત મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ કરાયો

અષાઢી બીજના પાવન અવસરે રબારી-ભરવાડ સમાજ દ્વારા પરંપરાગત મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો. રથયાત્રાને લઈને પોલીસ દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કુલ ૨૨૫ જેટલા જવાનોનો કાફલો રથયાત્રા દરમિયાન ખડેપગે છે. અને હૈયેથી હૈયું દળાય તેવી ભીડ વચ્ચે લોકો આસ્થાભેર રથયાત્રામાં જોડાયા છે.

રથયાત્રા દરમિયાન ગીત સંગીતના સથવારે રબારી-ભરવાડ સમાજના યુવાનો ઝૂમી ઉઠયા હતા. અને હુડો ટીટોડો જેવા પરંપરાગત નૃત્ય અને રસ ગરબા સાથે અનોખો માહોલ સર્જાયો હતો, રથયાત્રાના નિર્ધારિત રૂટ પર વિવિધ સંસ્થાઓ દ્વારા ઠંડી છાસ, સરબત, લચ્છીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter