રાજસ્થાન: કોટામાં ‘પદ્માવતી’ના ટ્રેલર બતાવવા પર હોબાળો, કરણી સેનાએ મોલમાં કરી તોડફોડ

સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીનો રાજપૂત સમાજ દ્વારા ભારે વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મ પદ્માવતીમાં ઈતિહાસ સાથે ચેડા થયા હોવાના આક્ષેપને લઈને દેશભરમાં રાજપૂત સમાજમાં રોષ છે.

રાજસ્થાનના કોટામાં આકાશ મોલમાં આવેલા થીયેટરમાં કરણી સેનાએ હંગામો મચાવીને તોડફોડ કરી. આ બધું પોલીસની હાજરીમાં થયું. પોલીસ દેખતી રહી, મોલમાં થિયેટરમાં ફિલ્મ વચ્ચે પદ્માવતીનું ટ્રેલર બતાવવાને લઈને કરણી સેનાના કાર્યરોએ બેનરો લઈને મોલમાં ઘુસ્યા હતા અને ભારે ઉત્પાત મચાવ્યો. પોલીસ અંદર પહોંચી તો કાર્યકરો તોડફોડ કરીને નાસી ગયા. પોલીસે કાર્યકરોને પકડવાનો પ્રસાય કર્યો તો પત્થરમારો કરીને ભાગી ગયા. કરણી સેના પહેલેથી જ પદ્માવતિ ફિલ્મના વિરોધમાં છે. રાજસ્થાનમાં આ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હતું ત્યારે પણ કરણી સેનાના કાર્યકરોએ ફિલ્મના સેટ પર ધસી જઈને તોડફોડ કરી અને પત્થરમારો પણ કર્યો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter