Shocking:પ્રિયંકાને ફિલ્મોમાં વલ્ગર કપડાં પહેરવાની હતી ઓફર, પીસીએ આપી દીધો આવો જવાબ

પ્રિયંકા ચોપરા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણું જાણીતું નામ છે તેમજ હવે તો તે વિદેશમાં પણ ભારતીય અભિનેત્રી તરીકે પોતાની વિજય પતાકા લહેરાવી ચૂકી છે.  જોકે પ્રિંયકા ચોપરાને તેની કરિયરની શરૂઆતના દિવસોમાં એવા ઢગધડા વિનાના વસ્ત્રો પહેરવા માટે કહેવામાં આવ્યું હતું અને આ કારણોસર જ પ્રિયંકાએ  10 જેટલી ફિલ્મો માટે ના પાડી દીધી હતી.

આ બાબતનો ખુલાસે પ્રિયંકાની માતા મધુ ચોપરાએ તાજેતરમા જ કર્યો હતો. મધુ ચોપરાએ જણાવ્યું હતું કે પ્રિયંકા પાસે ઘણી ફિલ્મોની ઓફર આવી હતી જેમાં તેણે   સાવ વલ્ગર વસ્ત્રોમાં પોતાની જાતને શો ઓફ કરવાની હતી. ત્યારે પ્રિયંકાએ આવી ઘણી ફિલ્મોમાં કામ કરવા માટે ના પાડી દીધી હતી. પ્રિયંકાનું કહેવું હતું કે   ફિલ્મોમાં તેના અભિનયની સાથે તેની સુંદરતા પણ દેખાવી જોઈએ. તે ફક્ત શરીર બતાવવા નહોતી આવી.

તાજેતરમાં જે  હાર્વે વેઇન્સ્ટેઇનનો સેકસ્યુઅલ હેરેમસમેન્ટન મુદ્દો ગાજી રહ્યો છે તે અંગે  પ્રિયંકાએ ટીપ્પણ કરી હતી કે હોલિવૂડમાં નહી પરંતુ દરેક જગ્યાએ આ હાર્વે વેઇન્સ્ટેઇન મળી રહેશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter