Viral Video : વાયરલ ગર્લના ફેન્સની ઘેલછા, આવી ગયું પ્રિયાના સોન્ગનું હિન્દી વર્ઝન

એક વિડિયોથી રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની ગયેલી મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર ચર્ચાનું કેન્દ્ર બની ગઇ છે. તેની મલયાલમ ફિલ્મના સોન્ગને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. ફિલ્મના સોન્ગને આશરે 10 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. 28 સેકેન્ડનો જે વિડિયો વાયરલ થયો છે તે પ્રિયાની ડેબ્યૂ ફિલ્મનું સોન્ગ છે.

હવે તેનું હિન્દી વર્ઝન પણ આવી ગયું છે. યુટ્યુબ પર આ સોન્ગની હિન્દી વર્ઝનને અપલોડ કરવામાં આવ્યું છે. જો કે આ હિન્દી સોન્ગના લિરિક્સ મલયાલમ સોન્ગ સાથે મેળ નથી ખાતા પરંતુ  સોન્ગનું મ્યુઝિક એક સમાન છે. યુટ્યુબ પર સોન્ગના હિન્દી વર્ઝનને પણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ સોન્ગને પણ આશરે 2 લાખથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે.

તેવામાં પ્રિયા પ્રકાશ વારિયરના વાયરલ થયેલા સોન્ગ પર વિવાદ પણ શરૂ થઇ ગયો છે. આ સોન્ગના લિરિક્સથી ધાર્મિક લાગણીઓ દુભાઇ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. મુંબઇમાં પણ રઝા એકેડમી નામના એક સંગઠને પણ સોન્ગ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી છે.

વેલેન્ટાઇન્સ વીક પર પોતાના કાતિલ અંદાજથી લાખો લોકોને પોતાના ચાહક બનાવનારી પ્રિયા મલયાલી ફિલ્મ ‘ઓરૂ અડાર લવ’ દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરવા જઇ રહી છે.  વેલેન્ટાઇન્સ ડે પર ફિલ્મનું ટીઝર રિલિઝ કરવામાં આવ્યું છે.

ફિલ્મ રિલિઝ થાય તે પહેલાં જ આ ફિલ્મ ફક્ત પ્રિયાના એક્સપ્રેશનના કારણે ફેમસ થઇ ગઇ છે. ફિલ્મના ટીઝરમાં લીડ એક્ટ્રેસ પ્રિયા અને મોહમ્મદ રોશન વચ્ચેની સુંદર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. ફક્ત 44 સેકેન્ડની ટીઝરમાં ક્લાસરૂમમાં બેઠેલા આ બંને સ્ટાર્સ સ્ટૂડન્ટ્સની ભુમિકામાં જોવા મળી રહ્યાં છે અને તેમની વચ્ચે ચાલી રહેલા આંખોના ઇશારાઓ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યાં છે. આ પહેલા પણ એક વિડિયો વાયરલ થયો હતો જેમાં પ્રિયા આંખોના ઇશારાઓ કરતી જોવા મળી હતી અને ફિલ્મના ટીઝરમાં પણ તે હાથોથી બંદૂક ચલાવીને પોતાના ફ્રેન્ડને ઘાયલ કરતી જોવા મળે છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter