કાતિલ સ્મિતે પ્રિયાને ગણતરીના કલાકોમાં બનાવી ટૉપ ટ્રેન્ડિંગ

નવી ઇન્ટરનેટ સેન્સેશન બની ગયેલી પ્રિયા પ્રકાશની ફેન ફૉલોઇંગ દિવસેને દિવસે વધતી જઇ રહી છે. જ્યાં એક બાજુ તેના વિડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે ત્યાં તેના ફેન્સની સંખ્યા કરોડોના આંક સુધી પહોંચી ગઇ છે. પ્રિયાના ફેન્સની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને તેનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં પગ મુકતાં જ પ્રિયાએ અનેક દિગ્ગજોના રેકોર્ડની સરખામણી કરી છે. પ્રિયા પ્રકાશને ઇનસ્ટાગ્રામ પર એક દિવસમાં 6 લાખથી વધુ લોકોએ ફૉલો કરી છે.

આ સાથે જ તેણે કાઇલી જેનર અને ક્રિસ્ટીઆનો રૉનાલ્ડો જેવી હસ્તિઓની સરખામણી કરી છે. આઐ બંને હસ્તિઓના નામે એક દિવસમાં ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફૉલોઅર્સ મેળવવાનો રેકોર્ડ છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકન મૉડલ અને ટીવી પર્સનાલિટી કાઇલી જેનરને એક દિવસમાં 8 લાખથી વધુ અને ફુટબોલ સ્ટાર રોનાલ્ડોને એક દિવસમાં 6 લાખ લોકોએ ફૉલો કર્યા હતાં.

હાલ સોશિયલ મીડિયા પર ફક્ત એક જ દિવસમાં એક સુંદર યુવતીના કરોડો ચાહકો બની ગયાં છે. હાલ સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે અને આ વિડિયો ઘણાં લોકોને પોતાના શાળા-કોલેજના દિવસો યાદ કરાવી દે તેવો છે. આ વિડિયોમાં સ્કૂલના સ્ટૂડન્ટ્સ જોવા મળી રહ્યાં છે. એક સુંદર યુવતી અને હેન્ડસ્સ યુવક વચ્ચેની આંખો આંખોમાં થઇ રહેલી પ્રેમભરી વાતો આ વિડિયોમાં જોઇ શકાય છે. આ વિડિયોમાં જે રીતે ઇશારાઓમાં પ્રેમની અભિવ્યક્તિ કરવામાં વી છે તે ખરેખર આપણા હ્રદયને સ્પર્શી જાય તેવી છે.

 

વિડિયોમાં જે યુવતી જોવા મળી રહી છે તે છે એક મલયાલી એક્ટ્રેસ છે, જેનું નામ પ્રિયા પ્રકાશ છે વારિયર છે. વેલેન્ટાઇન સ્પેશિયલમાં તેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયો યુથ વચ્ચે ખૂબ જ ફેમસ થઇ રહ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter