ઓનલાઈન પાર્ટનર સાથે ડેટ પર જતાં પહેલાં આટલી વસ્તુઓનું ધ્યાન રાખો!

આજ કાલ સ્પેશયલ ડેટિંગ એપ જ માર્કેટમાં અવેલેબલ છે જેમાં સિંગલ વ્યક્તિ પોતાને મનપસંદ સાથીદાર શોધે છે. તેની સાથે ચેટ કરે છે. અને જો તેની કંપની ગમે તો તેની સાથે ડેટ પર જાય છે. પણ સબુર! આ સાવ વ્રચ્યુઅલ ઓળખ ધરાવતી વ્યક્તિ સાથે ડેટ પર જવું એ જોખમભર્યુ કામ તો છે જ તો આટલી વસ્તુઓનું ધ્યાન રાખો.

-તે વ્યક્તિની સોશિયલ પ્રેઝેંસ સ્ટોક કરો.

-જે વ્યક્તિનો પ્રોફાઈલ પિક્ચર છે તે જ તમને ડેટ કરે છે કે નહિ તેની ખાત્રી કરી લો. તેની દરેક હીલચાલ પર નજર રાખો. તેની પોસ્ટ , ધાર્મિક અને રાજકીય વ્યુ ધ્યાનથી વાંચો.

– આજ કાલ લવ જેહાદનાં નામે એવાં પેંતરાબાજ યુવકોની ભરતી કરવામાં આવે છે જે પોતાની અસલી આઈડેંટિટી છુપાવતાં હોય છે.

-ડેટ પર જતાં પહેલાં તમારા કોઈ મિત્રને તેની જાણ કરો. કોઈ પણ એક અંગત મિત્રને ડેટ પર જતાં પહેલાં તેને જાણ કરો. તેને તમારું લોકેશન જણાવો. તમારું લોકેશન પોસ્ટ પણ કરો.

-ડેટ માટે કોઈ પબ્લીક પ્લેસ પસંદ કરો. જ્યાં લોકો તમને જોઈ શકે. ડેટ માટે પોતાનો અપાર્ટ મેંટ કે તેનાં કોઈ મિત્રનો અપાર્ટમેંટ પસંદ કરવાનું કહે તો તે વાત ન સ્વિકારો.

-કોઈ ભાગી છુટવાનો પ્લાન બનાવી કાઢો. જો વ્યક્તિ બરાબર ન લાગે તો કોઈ મજબુત કારણ અગાઉથી જ વિચારી રાખો ત્યાંથી ભાગી જવાં માટે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter