પ્રવીણ તોગડિયાએ નવા સંગઠનનો ગર્ભિત ઈશારો આપ્યો, જાણો શું કહ્યું

32 વર્ષ બાદ વીએચપીને બાય-બાય કરીને પ્રવીણ તોગડિયા આવતીકાલથી તેમની માગોને લઈને અમદાવાદમાં ઉપવાસ પર બેસવાના છે. તેમની સાથે ઉપવાસમાં કોણ જોડાશે તેની હાલ કોઈ સ્પષ્ટતા નથી.

વીએચપીમાં બે ફાંટા પડે તેવા સંકેત સાથે તોગડિયાએ નવા સંગઠનનો ગર્ભિત ઈશારો આપ્યો છે. તેમણે કહ્યું કે ઉપવાસ બાદ સ્થિતિ સામે આવી જશે. વીએચપીમાંથી પ્રદેશના લોકોના રાજીનામા ન આપવા મામલે તેમણે કહ્યું કે તેમની સાથે કેટલાક લોકો દિલથી અને કેટલાક લોકો પ્રત્યક્ષ રીતે જોડાશે.

CRICKET.GSTV.IN

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter