પાવર ડ્રેસિંગમાં ઇન ટ્રેન્ડ છે સ્ટેન્ડ કોલરની ફેશન

જે પોશાક પહેર્યા બાદ સ્ત્રીનો એક દમામ જોવા મળે તેને પાવર ડ્રેસિંગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.  સ્ત્રીઓને સહજ લાગે અને તેમની ગિમા જળવાય તેવા પ્રકારના આઉટફિટ્સમાં બંધ ગળાના ડ્રેસ,કુર્તા, બ્લાઉઝ  મહત્વનો ભાગ ભજવે છે. સ્ટાઇલિશ ડ્રેસિસ કરતા જ્યારે પણ કોઈ યુવતી બંધ ગળા અને લોંગ સ્લીવના કુર્તામાં જોવા મળે ત્યારે  એક જુદા જ પ્રકારનો આત્મવિશ્વાસ તેના વ્યક્તિત્તવમાં જોવા મળે છે તેવું ફેશન જગતના જાણકારનું માનવું છે.  મોટા ભાગે પાઇલટ, બેંક કર્મચારી,, ડોક્ટર, પત્રકારના પ્રોફેશન માટે તેમની કંપનીઓ બ્લેઝર વાળા ડ્રેસ ડિઝાઇન કરાવતી હોય છે. ડોક્ટરના વ્યવસાયમાં તો ફરજ અને વ્યવસાયના ભાગરૂપે કોલરવાળો વ્હાઇટ શર્ટ જોવા મળતો હોય છે .

તો ઘણ સ્ત્રીઓ જેઓ પોતાનું ઉદ્યોગગૃહ ચલાવતી હોય તે મોટા ભાગે સ્ટેન્ડ પટ્ટીના બ્લાઉઝમાં જોવા મલે છે. ફિલ્મોમાં પણ આ પ્રકારના પાત્રોના આઉટટફિટ્સ એવી ખાસ રીતે તૈયાર કરવામાં આવતા હોય છે. જેતી દર્શકો સીધા જ તે પાત્રના પ્રભાવમાં આવી શકે. તમે પણ જોબ કરતી યુવતી છો અને રોજબરોજ ઓફિસમાં શું પહેરવુંની જંજટથી મૂંઝાતા હો તો આ પ્રકારનું ડ્રેસિંગ ટ્રાય કરી શકો  છો.

અત્યારે સ્ટેન્ડ પટ્ટીના કુર્તા સરળતાથી બજારમાં તૈયારમ લી રહે છે અન તમારે તમારી ઇચ્છા મુજબ તૈયાર કરાવવા હશે તો પણ  કોઇ પણ ટેલર પાસે તમે તે તૈયાર કરાવી શકશો. સ્ટેન્ડ પટ્ટીના કુર્તા કે ડ્રેસ સાથે ચૂડીદાર વધારે શોબે છે પરંતુ તમે ચેન્જ માટે  સાદો પાઇજામો પણ સેટ કરી શકે.

સાડીમાં પણ જો  ખાસ કરીને કોટન સાડી હોય તો તેની સાથે સ્ટેન્ડ પટ્ટીના બ્લાઉઝ ખૂબ જ સરસ લાગે છે.  જેનું બોડી હેવી હોય તેના માટે તો સ્ટેન્ડ પટ્ટીના બ્લાઉઝ અને ડ્રેસ ઘણા મદદરૂપ થઈ રહે છે કારણ કે આ પ્રકારની પેર્ટનથી ખભાના ભાગે જામેલા ચરબીના થર  તેમજ જેના ખભા ભારે હોય તે કવર થઈ જાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter