પોરબંદરના PIએ કોંગ્રેસ પ્રમુખને ફોન પર ગાળો ભાંડી અને જુઓ PIનું શું થયું?

પોરબંદર હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પી.આઈની ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે. હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પીઆઇ તેમની વર્દીના રૂઆબમાં એવા અપશબ્દો બોલ્યા જે શરમજનક છે. તેની સામે ફોન પર સામે છેડે કોંગ્રેસ પ્રમુખ હરીશ કોટિયા હતા. જેઓને તેઓ બિભત્સ ગાળો બોલી રહ્યા હતા.

આ અંગે હરીશ કોટિયાએ પી.આઈ.એ.બી.ટીમબા વિરુદ્ધ જિલ્લા પોલીસને ફરિયાદ અરજી આપી છે. સાથે જ એસ્ટ્રોસિટીની ફરિયાદના મામલામાં પી.આઈ એ.બી ટીંબાએ કોંગ્રેસ પ્રમુખ હરીશ કોટિયાને ધમકી આપી છે ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ પીઆઇ એ.બી.ટીમ્બાની પોલીસ સ્ટેશનથી હેડ કવાટર ખાતે ટ્રાન્સફર કરાઇ છે.આ સાથે પીઆઇ વિરુદ્ધ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.આ સાથે એસપી શોભા ભૂતળાએ કહ્યુ છે કે પીઆઇ એ.બી.ટીમ્બા સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.ત્યારે આ ઓડિયો ક્લિપમાં પીઆઇ કેવી રીતે કોંગ્રેસ પ્રમુખ હરિશ કોટીયાને જેમ તેમ બોલી રહ્યા છે આવો સાંભળીએ.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter