પોકેમોન પર બનશે ‘ડિટેક્ટિવ પિકાચૂ’ નામની ફિલ્મ

પોકેમોનનું નામ ભાગ્યે જ કોઇએ નહી સાંભળ્યું હોય. વિશેષરૂપે યુવાવર્ગ જેનું બાળપણ પોકેમોનના કાર્ટૂન્સ જોઇને પસાર થયું હોય અને હવે તેઓ પોકેમોન ગેમ રમતાં હોય. પોકેમોન લવર્સ માટે એક ગૂડ ન્યુઝ છે. ટૂંક સમયમાં આ જાણીતા કાર્ટૂન પર ફિલ્મ બનવા જઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે પોકેમોન ગેમ પહેલી વખત 1996મા લોન્ચ થઇ હતી. દુનિયાભરમાં 300 મિલિયનથી વધુ વીડિયો ગેમ વેચાઇ ચુક્યા છે. 23 બિલિયન કાર્ડ દુનિયાના 74 દેશોમાં છે અને આ કાર્ટૂનની આશરે 20 સીઝનની સિરિઝ છે.

આ ફિલ્મનું નામ ‘ડિટેક્ટિવ પિકાચૂ’ રાખવામાં આવ્યું ચે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા જાણીતા અભિનેતા રયાન રેનોલ્ડઝ નિભાવશે. આ ફિલ્મનું ડાયરેક્શન રોબ લેટરમેન કરશે. આ ફિલ્મમાં જસ્ટિસ સ્મિથ અને કેથરિન ન્યૂટન પણ હશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter