PNB કૌભાંડ : નીરવ મોદીની 126 બનાવટી કંપનીઓ, 17 ઠેકાણાઓ પર EDના દરોડા

પંજાબ નેશનલ બેંકમાં 11,400 કરોડના કૌભાંડ મામલે ઈડીએ 17 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. જેમાથી ચાર ઠેકાણાઓ મુંબઈમાં આવેલા છે. ઈડીએ તપાસ દરમ્યાન નિરવ મોદી અને મેહુલ ચોકસીની 126 કથીત કંપનીઓ અંગે માહિતી મેળવી છે. જેમાથી 78 કંપનીઓ એવી છે જે નિરવ મોદી નામે છે. બાકીની 48 કંપની મેહુલ ચોકસીની છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કંપનીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે. અગાઉ સીબીઆઈએ નિરવ મોદીના અલીબાગમાં આવેલો બંગ્લાને સીલ કર્યો. પીએનબી કૌભાંડ પ્રકાશમાં આવતા ઈડી, સીબીઆઈ અને આવકવેરા વિભાગે તપાસ શરૂ કરી છે. તપાસ દરમ્યાન નિરવ મોદીની 5 હજાર કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

કૌભાંડ બાદ સીબીઆઈએ મંગળવારે પંજાબ નેશનલ બેંકના મેનેજર રેંકના અધિકારી રાજેશ જિંદલની ધરપકડ કરી છે. જિંદલ 2009થી 2011 સુધી પીએનબીની મુંબઈ ખાતે આવેલી બ્રૈડ હાઉસ શાખામાં હેડ તરીકે કાર્યરત હતાં. આ સમય દરમ્યાન નિરવ મોદીએ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યુ હોવાનુ પ્રકાશમાં આવ્યું છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter