PNB કૌભાંડ મામલે સુપ્રિમ કોર્ટમાં વધુ એક અરજી થઇ

પીએનબી કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી કરવામાં આવી છે. વકીલ મૌથ્યૂ ઋતંભરાએ અરજી કરી પીએનબી કૌભાંડ મામલે તપાસ કરાવવા માગ કરી છે. સુપ્રીમ કોર્ટે હોળીના તહેવાર બાદ સુનાવણી કરી શકે છે. અગાઉ આ મામલે બે અરજી દાખલ કરવામાં આવી હતી. જેમા એક અરજી વકીલ વિનીત ઢાંડા અને બીજી અરજી વકીલ એમ એલ શર્માએ કરી છે. વિનીત ઢાંડાએ અરજીમાં કેન્દ્ર સરકારને એક નોટિસ ફટકારવા અને લોન આપવા માટે એક ગાઈડલાઈન બનાવવાની માગ કરી. તો બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં પીએનબી કૌભાંડ મામલે કેન્દ્ર સરકારે સ્વતંત્ર તપાસનો વિરોધ કર્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter