આસિયાનનો બીજો દિવસ, પીએમ મોદીએ વિશ્વના ત્રણ મોટા નેતાઓ સાથે કરી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફિલિપિન્સ મુલાકાતનો ત્રીજો દિવસ અને આસિયાન સંમલેનનો બીજો દિવસ છે. ત્યારે આજે પીએમ મોદીએ વિશ્વના ત્રણ મોટા નેતાઓ સાથે મુલાકાત કરી.

નરેન્દ્ર મોદીએ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે સાથે દ્વીપક્ષીય મુલાકાત કરી. આ સિવાય તેમણ વિયતનામના વડાપ્રધાન ગુયેન જુઆન સાથે મુલાકાત કરી. આ ઉપરાંત પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મૈલ્કમ ટર્નબુલ વચ્ચે ઉષ્માપૂર્ણ મુલાકાત થઈ.

આસિયાન દરમિયાન ક્વાડ્રીલેટરલ ગઠબંધનના પ્રસ્તાવને લઇને યુએસ, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતના ઓફિશિયલ્સની વચ્ચે રવિવારે મીટિંગ થઇ. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ મીટિંગમાં ઇન્ડો-પેસિફિક રિજનમાં ચીનના વધતા જતા સૈન્ય પ્રભાવ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી.

ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું, ચર્ચા તમામના મળતા આવતા વિચારો, શાંતિ સ્થાપના અને ખુશહાલીને વધારવા, ઉપરાંત એકબીજાંના સંબંધો પર કેન્દ્રિત હતી. આ તમામ એક વાત પર રાજી છે કે, સ્વતંત્ર, ખુલ્લા, ખુશહાલ અને એકજૂથ ઇન્ડો-પેસિફિક રિજનની મદદથી જ તમામ દેશો અને આખા વિશ્વને લાંબા સમય સુધી ફાયદો થશે.

પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મૈલ્કમ ટર્નબુલ, વિયેતનામના પીએમ ગુએન ફુક અને જાપાનના પીએમ શિન્ઝો આબે સાથે મુલાકાત કરી. મનીલામાં આસિયાન સંમેલનને સંબોધિત કરતાં મોદીએ ભારત સરકારની કેટલીય યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતની ‘એક્ટ ઇસ્ટ પૉલિસી’ના લીધે આ ક્ષેત્ર પ્રાથમિકતાના કેન્દ્રમાં આવ્યું છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter