પીએમ મોદીએ શેર કરેલી દાવોસની આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઇકાલે સ્વિત્ઝરલેન્ડના જ્યુરિખ પહોંચ્યા હતાં અને ત્યાંથી તેઓ દાવોસ માટે રવાના થયા હતાં. પીએમ અહીં વિશ્વ આર્થિક મંચ (ડબલ્યુઇએફ)ની વાર્ષિક બેઠકનું સંબોધન કર્યું હતું.

પીએમ મોદીએ સ્વિત્ઝરલેન્ડના શહેર દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠકનું સંબોધન કરતામ આતંકવાદને સમગ્ર વિશ્વ માટે સૌથી મોટો પડકાર ગણાવ્યો અને કહ્યું કે સારા આતંકવાદ અને ખરાબ આતંકવાદ વચ્ચે અંતર કરવું સૌથી વધારે ખતરનાક છે. તેમણે આતંકવાદનો ખાતમો કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને એકજુટ થવાનું આહ્વાન કર્યું છે.

બેઠકમાં આંતરરાષ્ટ્રીય સમુદાય સામે ભારતનું ઇકોનોમિક વિઝન રજૂ કરતાં પીએમ મોદીએ ન્યુ ઇન્ડિયાની તસવીર મૂકી હતી. પીએમ મોદી સ્વિત્ઝરલેન્ડ પહોંચ્યાં તે સમયની અને તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. સ્વિત્ઝર્લેન્ડના ખૂબસૂરત શહેર દાવોસમાં ભારે હિમવર્ષા થઈ રહી છે.

 

ત્યારે દાવોસમાં વર્લ્ડ ઈકોનોમી ફોરમમાં ભાગ લેવા ગયેલા પીએમ મોદીએ બરફવર્ષાની મજા માણી હતી. તેમણે સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરી છે. જેમાં તેઓ એવી જગ્યાએ મજા લેતા જોવા મળ્યા છે જ્યાં બરફ નજર આવી રહ્યો છે. બરફથી આચ્છાદિત આ સ્થળ પર પીએમ મોદી ઉભા છે. તેમણે શેર કરેલી આ તસવીરને અત્યારસુધીમાં લાખો લાઇક્સ મળી ચુકી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter