GSTને વધારે અસરકારક બનાવવાની જરૂર: PM મોદી

ફિક્કીના 90 વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકને શુભેચ્છા આપી. તેમણે સંબોધન કરતાં કહ્યું કે, લોકો દેશમાં આંતરીક બુરાઈઓથી, ભ્રષ્ટાચાર અને કાળાનાણાથી પરેશાન થઈ ગયા છે. કેટલાક વેપારીઓ જીએસટીના નામે ગ્રાહકોને છેતરે છે. જીએસટીને વધારે અસરકારક બનાવવાની જરૂર છે.

પીએમ મોદીએ કહ્યું કે, બેંકોમાં જમા નાણાં મુદ્દે અફવા ફેલાવવામાં આવે છે. તેમણે અગાઉની સરકાર પર નિશાન સાધીને કહ્યું કે પાછલી સરકારમાં બેંકોએ મોટો ગોટાળો કર્યો હતો. તેમણે ખાતરી આપી કે બેંકોમાં લોકોના નાણા સુરક્ષિત રહેશે.

પાછલી સરકારમાં બેંકોએ ઉદ્યોગપતિઓને મોટી-મોટી લોન આપી હતી: PM મોદી

એનપીએ મામલે પીએમ મોદીએ ઉદ્યોગપતિઓ સામે પણ આડકતરી રીતે નિશાન સાધ્યું. યુપીએ સરકાર પર નિશાન સાધીને પીએમ મોદીએ કહ્યું કે, પાછલી સરકારમાં બેંકોએ ઉદ્યોગપતિઓને મોટી-મોટી લોન આપી હતી.

જનધન યોજનાને સારો પ્રતિસાદ: PM મોદી

પીએમ મોદીએ જનધન યોજનાને લઈને કહ્યું કે, આ યોજના શરૂ થઈ કેટલા ગરીબોના ખાતા ખોલવાનું લક્ષ્ય નક્કી કરી શક્યા ન હતા. જોકે જનધન યોજનાને સારો પ્રતિસાદ મળ્યો છે. 30 કરોડથી વધુ લોકોએ જનધન યોજના અંતર્ગત ખાતા ખોલાવીને ગરીબોની જરૂરિયાતો પૂર્ણ કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter