21 જૂને વડાપ્રધાન મોદી દેહરાદૂનમાં 50 હજાર લોકો સાથે યોગ કરશે

21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં વડાપ્રધાન મોદી 50 હજાર લોકો સાથે યોગ કરશે. આ કાર્યક્રમ દેહરાદૂનના ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં આયોજીત કરવામાં આવશે.

મુખ્ય કાર્યક્રમ 21 જુન સવારે 6 વાગ્યા થી 8 વાગ્યા સુધી આયોજીત થશે. જેને લઇને દેહરાદૂનમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન આ કાર્યક્રમમાં સામેલ થવાના હોવાથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ સંસ્થાઓનો સહયોગ લેવામાં આવી રહ્યો છે. તેમજ આ કાર્યક્રમમાં સામેલ થવા ઓનલાઇન અને ઓફલાઇન રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમજ સ્થળ પર લોકોને પહોંચાડવા માટે મોટી સંખ્યામાં બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમને લઇને ઉત્તરાખંડ સરકાર કોઇ કસર છોડવા નથી માંગતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter