રેલ્વે સ્ટેશન પર જોવા મળ્યો 15 ફૂટનો અજગર, વીડિયો વાયરલ

વૈષ્ણો દેવી જઇ રહેલા હજારો શ્રદ્ઘાળું તે સમયે ડરી ગયા, જ્યારે તેમણે જમ્મૂના કટરા સ્ટેશન પર ભયાનક અજગર જોયો. આ અજગરનો વીડિયો વ્હોટ્સએપ અને સોશ્યલ મીડિયા પર ખૂબ શૅર કરવામાં આવી રહ્યો છે. રૂવાટાં ઉભા કરી દેતો આ વીડિયો દિવાળીના એક દિવસ પહેલા એટલે કે 18 ઓક્ટોબરનો છે, જેમાં દેખાઇ રહેલો અજગર 15 ફૂટ લાંબો છે અને એક થાંભલા પર લટકી રહ્યો છે. ત્યાર હાજર રહેલા લોકોએ તરત જ વનવિભાગને આ અંગેની જાણકારી આપી, જેથી કોઇ જાનહાનિ ન થાય. સ્થાનીય લોકોએ વનવિભાગની ટીમને આ ભયાનક અજગર પકડવામાં મદદ કરી, ત્યારબાદ તેણે જંગલોમાં છોડી દેવામાં આવ્યો હતો.

બની શકે છે તમે પણ વ્હોટ્સઅપ પર આ વીડિયો જોયો હોય, જો ના તો, તમે જોઇ શકો છો આ વીડિયોમાં કે ખરેખરમાં આ અજગર ડરામણો છે. તો કેટલાક લોકો આ ક્લિપને ખોટી હોવાનું દાવો કરીને પોતાના સોશ્યલ મીડિયા પર  શૅર કરીને 15 ફૂડના આ અજગરને એનાકોન્ડા ગણાવીને અફવા ફેલાવી રહ્યા છે. જેમાં કટરા સ્ટેશનની જગ્યાએ ”મુંબઈ સ્ટેશન પર દેખાયો એનાકોન્ડા” દર્શાવવામાં આવી રહ્યું છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter