10 કરોડની જમીન પર બન્યો કંગનાનો આલિશાન બંગલો, અપાયો યુરોપિયન વિન્ટેજ આર્ટનો ટચ

કંગના રનૌત આજકાલ ફરીથી ચર્ચાનું કેન્દ્ર બની છે.  આ વખતે તેની ચર્ચાનું કરાણ કોઇ વિવાદ નહી પરંતુ તેનો આલિશાન બંગલો છે. કંગનાએ મનાલીમાં એક લક્ઝરી હાઉસ ખરીદ્યુ છે.

કંગના રનૌત હાલ તેણે હિમાચલ પ્રદેશમાં પોતાના હોમ ટાઉન સ્થિત લક્ઝરી બંગ્લોના કારણે ચર્ચામાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બંગ્લોની કિંમત 30 કરોડ રૂપિયા છે.

સૂત્રોએ જણાવ્યા અનુસાર બોલીવુડની ક્વીન કંગનાએ પોતાની ફિલ્મ ક્વીનનની સફળતા બાદ મનાલીમાં 10 કરોડની ક જમીન ખરીદી હતી. ત્યાર પછી આ લક્ઝુરિયસ હાઉસને બનાવવામાં આશરે 4 વર્ષ જેટલો સમય લાગ્યો છે.

જ્યારથી કંગનાની આ પ્રોપર્ટીની વાત થઇ રહી છે ત્યારથી કંગનાના ફેન ક્લબમાં આ રોયલ હાઉસની તસવીરો શેર કરવામાં આવી રહી છે. કંગનાના આ આર્ટ એમેનિટિઝથી સજાવવામાં આવેલા આ ડ્રીમ હાઉસની ચર્ચા હવે આર્કિટેક્ટ પણ કરવા લાગ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આ લેવિશ હાઉસમાં 8 રૂમ અને ટોપ ગ્લાસ રૂફ ડિઝાઇન કરવામાં આવ્યું છે. દરેક રૂમમાં લાર્જ વિન્ડો વ્યુ આપવામાં આવ્યો છે, જેમાંથી દરેક ક્ષણે પહાડોની સુંદરતાને નિહાળી શકાય. આ ઉપરાંત ફિટનેસ ફ્રિક કંગનાએ આ ઘરમાં જિમ રૂમ અને અલગ યોગા રૂમ પણ બનાવડાવ્યો છે.

વિન્ટેજ યુરોપિયન આર્ટના બનેલા આ બંગલોને તૈયાર કરવામાં કંગનાએ આશરે 20 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. આ બંગલાને મુંબઇના લક્ઝુરિયસ હાઉસને ડિઝાઇન કરતા શબનમ ગુપ્તાએ ડિઝાઇન કર્યો છે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter