ખુશખબર : પેટ્રોલનું પેમેન્ટ આ રીતે કરશો તો 40 રૂપિયા મળશે ડિસ્કાઉન્ટ

પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને છે તેવામાં સમગ્ર દેશમાં પેટ્રોલની વધતી કિંમતોને લઇને દરરોજ હોબાળો મચી રહ્યો છે. ધરણા-પ્રદર્શન અને ભારત બંધ પણ કરવામાં આવ્યું પરંતુ કિંમતો ઘટવાનું નામ નથી લઇ રહી. આજે ફરી એકવાર પેટ્રોલના ભાવમાં ભડકો થયો છે.

છેલ્લા 13 દિવસથી પેટ્રોલ-ડીઝલમાં જોવા મળતો ભાવ વધારો આજે પણ યથાવત છે. આજે અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં 28 પૈસાનો વધારો થયો છે  અને ડીઝલમાં 24 પૈસાનો વધારો નોંધાયો છે. છેલ્લા 13 દિવસેમાં પેટ્રોલમાં 2.75 રૂપિયા અને ડીઝલમાં 12 દિવસેમાં સાડા ત્રણ રૂપિયાનો વધરો થયો છે. આજે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિલીટરે રૂપિયા 80.49 પર પહોંચ્યો છે. તો ડીઝલનો ભાવ પ્રતિલીટરે 78.73 નોંધાયો છે. માત્ર અમદાવાદ જ નહી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 80ને પાર થયો છે.

પેટ્રોલના ભાવમાં ભડકો થયો છે તેવામાં જો અમે તમને કહીએ કે જો તમે 100 રૂપિયાનું પેટ્રોલ પૂરાવશો તો તમને 40 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ચાલો જાણીએ કેવી રીતે મળશે 40 રૂપિયાનું ડિસ્કાઉન્ટ.

100 રૂપિયાના પેટ્રોલ પર મળશે 40 રૂપિયાનું કેશબેક

તમને જણાવી દઇએ કે આ ઑફર ઇન્ડિયન ઑઇલ તરફથી આપવામાં આવી રહી છે જો કે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તમામ પેટ્રોલ પંપ પર આ ઑફર આપવામાં આવી રહી છે. આ ઑફરનો લાભ લેવા માટે તમારે પેટ્રોલ માટે તમારે ફોન પે એપ દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે.

100 રૂપિયા કે તેથી વધુનું પેટ્રોલ ભરાવા પર તમને 40 રૂપિયાનું કેશબેક મળશે. આ કેશબેક 10 વખત પેટ્રોલ ભરાવા પર મળશે એટલે કે તમે 10 વખત પેટ્રોલ ભરાવશો તો મળશે. આ ઑફર 30 સપ્ટેમ્બર 2018 સુધી માન્ય છે. સાથે જ તે શરત પણ છે કે તમે એક દિવસમાં માત્ર એક જ વાર પેટ્રોલ ભરાવી શકો છો.

દેશ ભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે પણ ભડકો થયો છે. પેટ્રોલની કિંમતમાં 28 પૈસા અને ડીઝલની કિંમતમાં 22 પૈસાનો વધારો નોંધાયો છે.  દિલ્હીમાં પેટ્રોલની કિંમત 81.25 રૂપિયા પ્રતિ લીટર જ્યારે, ડીઝલની કિંમત 73.80 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ પહોંચી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમા પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 88.67 રૂપિયા પ્રતિલીટર, ડીઝલ 77.82 રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ પહોંચ્યુ છે.

દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ મહારાષ્ટ્રના પરભણીમાં વેચાઈ રહ્યુ છે. પરભણીમાં પેટ્રોલની કિંમતે 90 રૂપિયાની સપાટી વટાવી છે. પરભણીમાં પેટ્રોલ  90.45 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યુ છે. દેશના અન્ય શહેરોમાં કોલકત્તા અને ચેન્નાઈમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો છે. આંતરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલનો વધારો થવાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલિયમ પેદાશની કિંમતમાં વધારો થવાના કારણે દેશમાં મોંઘવારી બેકાબૂ થવાના એંધાણ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter