પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધારાથી ગુજરાત સરકારને કમાણી થઈ અધધ… કરોડ રૂપિયાની

છેલ્લા 28 દિવસથી સતત ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવો વધારવામાં આવી રહ્યાં છે. ગુજરાત સરકારને તો થોડાક મહિનામાં જ 1300 કરોડથી વધુની આવક પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી થઈ છે. તેથી જો રાજ્ય સરકાર ધારે તો લોકોને રાહત આપી શકે તેમ છે.

પેટ્રોલ અને ડીઝલનાં સતત ભાવવધારાએ ગુજરાતમાં માઝા મૂકી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાની લોકોના જનજીવન પર અસર જોવા મળી રહી છે. પરંતુ ગુજરાત સરકારની તિજોરી વેરાથી ઉભરાઈ રહી છે. તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધતાં ગુજરાત સરકારની આવકમાં 1305 કરોડનો વધારો થયો છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા 10 ઓક્ટોબર. 2017ના રોજ ગુજરાત સરકારે વેટમાં 4% નો ઘટાડો કર્યો હતો. ગુજરાતમાં વેટ ઉપરાંત સેસ પણ વસૂલવામાં આવે છે તેથી કિંમતોમાં વધારો થઇ જાય છે. ગુજરાતમાં પેટ્રોલના વેચાણના કારણે 3 હજાર કરોડથી વધુ રૂપિયાની આવક થાય છે. ડીઝલ ઉપર વેરાની વર્ષે રૂ. 8 હજાર કરોડની આવક થાય છે.

ગુજરાત સરકારના દાવા મુજબ અત્યારે પેટ્રોલ-ડીઝલ ઉપર 20 ટકા વેટ અને 4 ટકા સેસ વસૂલાય છે. જ્યારે વાસ્તવમાં ગુજરાતમાં પેટ્રોલ ઉપર 25.45 ટકા અને ડીઝલ ઉપર 25.55 ટકાના દરે ઈફેકટીવ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. જેમાં વેટ. સેસ ઉપરાંત અન્ય વધારાના વેરા અને સરચાર્જ પણ સામેલ હોય છે. સરકારને દર વર્ષે આ આવકમાં 70થી 80 ટકાનો સરેરાશ વધારો થઈ રહ્યો છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારે વેટમાં ઘટાડો કર્યો હતો. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ પર 24 ટકા વેટ લાગતો હતો તે હવે 4 ટકા ઘટાડવામાં આવતા 20 ટકા વેટ થયો હતો. તેના પર ચાર ટકા સેસ કેન્દ્રની ભાજપ સરકારે નાખ્યો હતો. એ વખતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગાંધીનગરમાં વેટ ઘટાડાની જાહેરાત કરતા ગુજરાતમાં પેટ્રોલના લીટર ભાવમાં રૂ.2.93 પૈસા અને ડીઝલના લીટર ભાવમાં રૂ.2.72 પૈસાનો ઘટાડો થયો હતો.

તેથી પેટ્રોલ પ્રતિ લીટર રૂ.67.53 પૈસા અને ડીઝલ પ્રતિ લીટર રૂ.60.77 પૈસાના ભાવે મળતું થયું હતું. એ વખતે વેટ ઘટવાને લીધે રાજ્યની આવકમાં રૂ. 2316 કરોડની ઘટ પડશે એવો દાવો કરાયો હતો. રાજ્ય સરકાર વાર્ષિક સરેરાશ રૂ. 12 હજાર કરોડ જેટલી આવક પેટ્રોલ-ડીઝલના વેટ દ્વારા 2017માં મેળવતી હતી. એક્સાઇઝ ઘટવાના કારણે રાજ્ય સરકારની આવકમાં રૂ. 2316 કરોડ જેટલો ઘટાડો થવાનો હતો.

15 માર્ચ. 2018ના રોજ ગુજરાત વિધાનસભાએ ડીઝલ-પેટ્રોલના વેરાના આંકડા જાહેર કર્યા હતા. જેમાં ડીઝલની 1429 કરોડ રૂપિયાની આવક થઈ હતી. છેલ્લા બે વર્ષમાં 6423 કરોડની આવક થઈ હતી. ખરેખર તો 2011-12થી આજ સુધીમાં કેન્દ્ર સરકારની કમાણી 250 ટકા વધી છે. ગુજરાત સરકારની કમાણી 76 ટકા વધી છે.

આમ સરકાર જ પ્રજાને ગેરમાર્ગે દોરતી હોવાનું 2017 અને 2018ના આંકડાઓ પરથી ફલિત થાય છે. 2014-15માં પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી 99 હજાર 184 કરોડ રૂપિયા હતી. જે 2017-18માં 2 લાખ 29 હજાર 19 કરોડ રૂપિયા થઈ ગઈ. જેના કારણે ગુજરાત સરકારને વેરાથી થતી કમાણીમાં જંગી વધારો થયો છે. સરકાર ઈચ્છે તો કેટલીક નીતિઓ દ્વારા ટેક્સમાં ઘટાડો કર્યા વિના પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઓછી કરી શકે છે.

પેટ્રોલ અને ડીઝલની ખરીદ કિંમતમાં અડધો-અડધ ટેક્સ છે. હાલમાં GSTમાં 28 ટકા ટેક્સ સ્લેબ સૌથી વધારે છે. જો સરકાર પેટ્રોલ-ડીઝલનો સ્લેબ 40 ટકા રાખે તો પણ તેની કિંમત ઘટી શકે છે. કેન્દ્ર સરકાર જો રૂ.2નો ઘટાડો કરે તો લોકોને રોજની 30 હજાર કરોડની રાહત થાય તેમ છે. 2011-12થી 2018-19ના નાણાકીય વર્ષ સુધીમાં 35% ભાવ ઘટ્યા છે.

તે હિસાબે આજે પણ લોકોને લાભ આપવામાં આવ્યો નથી. 112 ડોલર બેરલ કૃડનો ભાવ હતો તે ઘટીને આજે 73 ડોલર છે. તેની સામે ડોલર સામે રૂપિયો 31 ટકા તૂટી ગયો છે. 2011-12માં ડોલર 48 રૂપિયે હતો જે હાલ 71-72 થઈ ગયો છે. ખરેખર તો ભાવ વધારો એ વેરામાં વધારો કરવાના કારણે થયો છે.

ગુજરાત સરકારની આવકમાં 1,305 કરોડનો વધારો

10 ઓક્ટોબર, 2017ના રોજ ગુજરાત સરકારે વેટમાં 4 ટકાનો ઘટાડો કર્યો

ગુજરાતમાં વેટ ઉપરાંત સેસ પણ વસુલવાથી કિંમતોમાં વધારો

ગુજરાતમાં પેટ્રોલના વેચાણથી 3 હજાર કરોડથી વધુ રૂપિયાની આવક

ડીઝલ પર વેરાની વાર્ષિક 8 હજાર કરોડની આવક

હાલ પેટ્રોલ-ડીઝલ પર 20 ટકા વેટ અને 4 ટકા સેસ

ગુજરાતમાં પેટ્રોલ પર 25.45 ટકા ઈફેક્ટીવ ટેક્સ

ડીઝલ પર 25.55 ટકાના દરે ઈફેક્ટીવ ટેક્સ દ્વારા વસુલાત

વેટ, સેસ ઉપરાંત અન્ય વધારાના વેરા અને સરચાર્જ પણ સામેલ

સરકારને દર વર્ષે આવકમાં 70થી 80 ટકાનો સરેરાશ વધારો

ગુદરાતમાં 24માંથી 4 ટકા વેટ ઘટાડાતા 20 ટકા વેટ થયો

કેન્દ્રની ભાજપ સરકારે 4 ટકા સેસ નાખ્યો

ગત વર્ષે પેટ્રેલમાં 2.93 પૈસા અને ડીઝલમાં 2.72 પૈસાનો ઘટાડો

પેટ્રોલનો ભાવ ત્યારે 67.53 રૂપિયા થયો હતો

ડીઝલ પ્રતિ લિટર 60.77 રૂપિયાના ભાવે મળતું હતું

વેટમાં ઘટાડાથી 2,316 કરોડની ઘટ પડવાનો દાવો કરાયો હતો

2017માં વાર્ષિક સરેરાશ 12 હજાર કરોડ જેટલી આવક વેટ દ્વારા

એક્સાઈઝ ઘટવાના કારણે 2,316 કરોડ જેટલો ઘટાડો થવાનો હતો

2018માં ડીઝલના 1,429 કરોડ રૂ.ની આવકના આંકડા જાહેર કરાયા

છેલ્લા 2 વર્ષમાં 6,423 કરોડની આવક

2011-12થી આજ સુધીમાં કેન્દ્ર સરકારની કમાણી 250 ટકા વધી

ગુજરાત સરકારની કમાણી 76 ટકા વધી

2014-15માં એક્સાઈઝ ડ્યુટી 99,184 કરોડ રૂપિયા હતી

2017-18માં 2,29,019 કરોડ રૂપિયા થઈ

હાલ જીએસટીમાં 28 ટકા ટેક્સ સ્લેબ સૌથી વધુ

સરકાર પેટ્રોલ-ડીઝલનો સ્લેબ 40 ટકા રાખે તો પણ કિંમત ઘટી શકે

કેન્દ્ર સરકાર જો 2 રૂ.નો ઘટાડો કરે તો રોજની 30 હજાર કરોડના પ્રજાને રાહત

2011-12થી 2018-19ના નાણાકીય વર્ષ સુઘીમાં 35 ટકા ભાવ ઘટ્યા

જોકે તેનો લાભ પ્રજાને આપવામાં આવ્યો નથી

112 ડોલર બેરલ ક્રુડનો ભાવ હતો તે ઘટીને આજે 73 ડોલર છે.

ડોલર સામે રૂપિયો 31 ટકા તૂટી ગયો છે.

2011-12માં ડોલર 48 રૂપિયા હતો

 હાલમાં ડોલર સામે રૂપિયો 71-72 થઈ ગયો છે

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter