ભ્રષ્ટાચાર: શહેરા પોલીસે ગોધરા જીલ્લા સેવા સદનની ઓફિસમાં તપાસ કરી

પંચમહાલના શહેરા તાલુકામાં ખેત તલાવડી યોજનામાં ગુજરાત જમીન વિકાસ નિગમ લિમીટેડ દ્વારા 99 લાખના કૌભાંડ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભ્રષ્ટાચાર મુદ્દે નિગમના અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરાઇ છે ત્યારે શહેરા પોલીસ દ્વારા ગોધરાના જિલ્લા સેવા સદનમાં આવેલી ગુજરાત જમીન વિકાસ નિગમ લિમીટેડની ઓફિસમાં તપાસ કરવામાં આવી હતી.

CRICKET.GSTV.IN

પોલીસે કચેરીના કર્મચારીઓના નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગોધરાના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કુશવાહની ફરજ તેમજ આવકજાવક અંગેની તમામ માહિતી મેળવવા પોલીસે કવાયત હાથ ધરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter