પનામા પેપર્સનો પર્દાફાશ કરનાર પત્રકારનું બોમ્બ વિસ્ફોટમાં મોત

લેડી વિકિલિક્સ તરીકે ઓળખાતી મહિલા પત્રકાર ડેફની કેરુઆના ગિલિજિયાનું એક કાર બોમ્બ વિસ્ફોટમાં મોત નીપજ્યું છે. પનામા પેપર લીક્સ મામલાના ખુલાસામાં મુખ્ય ભૂમિકા નિભાવનારી ગલિજિયા એક સ્વતંત્ર બ્લોગ ચલાવતી હતી અને તેને ઘણી ધમકીઓ પણ મળી રહી હતી.

પનામા પેપર્સનો ખુલાસો કરનાર પત્રકારનું મોત

દુનિયાભરમાં ખળભળાટ મચાવનારા પનામા પેપર લીક્સ મામલાના ખુલાસામાં મહત્વની ભૂમિકા નિભાવનારી મહિલા પત્રકાર ડેફની કેરુઆના ગિલિજિયાનું મંગળવારે એક કાર બોમ્બ બ્લાસ્ટમાં મોત નીપજ્યું છે. માલ્ટામાં શાનદાર ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ તરીકેની ઓળખ ધરાવતી ડેફનીની કારમાં બોમ્બ વિસ્ફોટ થયો અને ઘટનાસ્થળે જ દુનિયાએ વધુ એક લડાયક પત્રકાર ગુમાવી છે. ડેફની તેના ઘરેથી બહાર નીકળી હતી અને નોર્થ માલ્ટા તરફ જઈ રહી હતી. ત્યારે તેની કારમાં વિસ્ફોટની ઘટના બની હતી.

ડેફની લેડી વિકિલિક્સ તરીકે હતી જાણીતિ

ગલિજિયા એક સ્વતંત્ર બ્લોગ ચલાવતી હતી અને તેના દ્વારા તે ભ્રષ્ટાચારના ઘણાં મામલાનો ખુલાસો કરી ચુકી છે. ડેફનીને લેડી વિકિલિક્સ તરીકે પણ ઓળખવામાં આવતી હતી. માલ્ટાની મહિલા પત્રકારે પોતાના મોત પહેલા પોતાના બ્લોગમાં લખ્યું હતું કે અહીં દરેક સ્થાન પર બદમાશ છે, સ્થિતિ ખરાબ છે. ડેફીના મોત બાદ લગભગ ત્રણ હજાર લોકોએ કેન્ડલ માર્ચ પણ કાઢી હતી.

માલ્ટાના પીએમે હત્યાને વખોડી

માલ્ટાના વડાપ્રધાન જોસેફ મસ્કટે જણાવ્યું છે કે પત્રકારનું મોત એક બર્બરતાપૂર્વકનો હુમલો છે. આ અભિવ્યક્તિની સ્વતંત્રતા પરનો હુમલો છે. પત્રકાર રાજકીય અને અંગત સ્તરે મારી કટુ આલોચક હતી. પરંતુ હું તેની હત્યાને વખોડું છું.

મહિલા પત્રકારે 2016માં લીક થયેલા પનામા પેપર્સમાં માલ્ટાના સંબંધો બાબતે પણ લખ્યું હતું. તેણે લખ્યું હતું કે મસ્કટની પત્ની અને સરકારના ચીફ ઓફ સ્ટાફની, અજરબેજાનથી ધન આપવા માટે પનામામાં વિદેશી કંપની હતી. માલ્ટાના અખબારો પ્રમાણે ડેફ્નેને બે સપ્તાહ પહેલા પોલીસ ફરિયાદ કરીને તેને ધમકીઓ મળી રહી હોવાનું જણાવ્યું હતું.

નેતાઓ-અબજોપતિઓની ગુપ્ત સંપત્તિનો કર્યો હતો ખુલાસો

2016ની શરૂઆતમાં અમેરિકા ખાતે એક એનજીઓ ઈન્વેસ્ટિગેટિવ પત્રકારોના સંગઠન આઈસીઆઈજીએ એક મોટો ખુલાસો કર્યો હતો. તેના પ્રમાણે ઘણાં દેશ ટેક્સ હેવન બનેલા છે અને તમામ દેશોના રાજનેતા અને અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલી હસ્તીઓ અહીં નાણાંનું રોકાણ કરીને ટેક્સ બચાવી રહી છે. આ ખુલાસામાં ફિલ્મ, રમતજગતની હસ્તીઓ સાથે 140 રાજનેતાઓ અને અબજોપતિઓની ગુપ્ત સંપત્તિનો પણ ખુલાસો થયો હતો. ખુલાસો કરનારા પત્રકારોના સંગઠનમાં ડેફની એક અગ્રણી પત્રકાર હતી.

આ ખુલાસામાં આઈસલેન્ડ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ, સાઉદી અરેબાયના કિંગ અને ડેવિડ કેમરૂનના પિતાના નામ મુખ્ય હતા. તેમના સિવાય યાદીમાં વ્લાદિમીર પુતિનના નિકટવર્તીઓ, અભિનેતા જેકી ચેન અને ફૂટબોલર લિયોનેલ મેસીના નામ પણ હતા. પનામા પેપર લીકના કારણે જ નવાઝ શરીફને પાકિસ્તાનનું વડાપ્રધાન પદ ગુમાવવાનો વારો આવ્યો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter