બીટિંગ રિટ્રીટ કરતા પાકિસ્તાની રેન્જર પટકાયો, વાયરલ થયો વીડિયો

ભારત-પાકિસ્તાન સરહદે યોજાતી બીટિંગ રિટ્રીટ સેરેમની દરમ્યાન એક પાકિસ્તાની રેન્જર પડી ગયો હતો. જેનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો છે.

ભારત-પાકિસ્તાન સરહદે યોજાતી બીટિંગ રિટ્રીટ ખૂબ પ્રખ્યાત છે. હુસૈનીવાલામાં રવિવારે સાંજના સમયે યોજાયેલી બીટિંગ રિટ્રીટ સેરેમની દરમ્યાન પાકિસ્તાની રેન્જર એટલો જોશમાં આવી ગયો કે પરેડ દરમ્યાન સ્થળ પર જ પડી ગયો હતો. આ સમયે ભારતની સાથે પાકિસ્તાનના દર્શકોએ પણ હૂરિયો બોલાવ્યો હતો. આ સમયે એક દર્શકે જવાનના પડી જવાનો વીડિયો મોબાઈલમાં કેપ્ચર કર્યો હતો. જોકે પડ્યા બાદ આ જવાન ઝડપથી ઉભો થઈ ગયો હતો અને રિટ્રીટ સેરેમની શરૂ કરી હતી.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter