પાકિસ્તાને આપી ભારતને ધમકી, કહ્યું તમને તમારી જ ભાષામાં આપીશું જવાબ

પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખુર્રમ દસ્તગીર ખાને ભારતને ચેતાવણી આપી છે. દસ્તગીર ખાને રહ્યુ કે પાકિસ્તાન કોઈ પણ પ્રકારના હુમલાનો ભારતને જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. અમે ભારતની આક્રમકતા, રણનીતિ અને અન્ય કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર ભારતને તેની ભાષામાં જવાબ આપવા સક્ષમ છીએ.

ભારત આતંકવાદ મુદે સતત પાકિસ્તાન પર આરોપ લગાવી રહ્યું છે. પાકિસ્તાનને દોષી ઠેરાવ્યા વગર ભારતે એકવાર મંથન કરવુ જોઈએ. ભારતે જાસુસ કુલભુષણ અંગે ઠોસ જવાબ આપવો જોઈએ. જ્યારે કુલભુષણની જાસુસી અંગેના તમામ પૂરાવા વિશ્વ સામે છે.

દસ્તગીરે વધુમાં કહ્યું છે. 11 વર્ષ પહેલા સમજોતા એક્સપ્રેસ પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. જેમા 42 પાકિસ્તાની નાગરિકના મોત થયા હતાં. ભારત તમામ પાકિસ્તાન નાગરિકોને ન્યાય આપવામાં નિષ્ફળ રહ્યું હતું. ભારત દુનિયાભરમાં શાંતિની વાત કરે છે. પરંતુ જમીનીસ્તર પર હકીકત કંઈક અલગ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter