પાકિસ્તાનના પંજાબમાં 14 વર્ષના કિશોરે મરઘી સાથે જે કર્યુ તે જાણીને ચોંકી જશો

પાકિસ્તાનના પંજાબમાં આવેલા હફીજાબાદમાં એક 14 વર્ષના કિશોરે મરઘી સાથે જાતીય હિંસા કરીને તેને મારવાની કોશિશ કરી હોવાનો ધૃણાસ્પદ મામલો સામે આવ્યો છે. આરોપી યુવકને પાકિસ્તાની પોલીસે એરેસ્ટ કર્યો છે.

મીડિયા અહેવાલો મુજબ, સ્થાનિક પોલીસે કહ્યું છે કે 11 નવેમ્બરે એક 14 વર્ષીય કિશોરે પોતાના ગામમાં મરઘી પર જાતીય હિંસા કરી હતી. મરઘીના માલિક દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં કિશોર પર મરઘીને તેના ઘરે લઈ જવાનો આરોપ લગાવાયો હતો અને બે સાક્ષીઓના નામ પણ જણાવ્યા હતા.

જલાલપુર ભટ્ટિયાંના એસએચઓ સરફરાજ અંજુમે કહ્યુ છે કે, ચિકનનો મેડિકલ ટેસ્ટ કરાયા બાદ કિશોરને એરેસ્ટ કરવામાં આવ્યો હતો. એસએચઓનું કહેવું છે કે, સેક્શુઅલ ફસ્ટ્રેશનને કારણે કિશોરે આવો જાતીય વ્યવહાર કર્યો છે. પોલીસે કહ્યું છે કે, કિશોરે ભૂલ સ્વીકારી લીધી છે. તેના ઉપર અકુદરતી જાતીય ગુનો અને મરઘીને મારવાના આરોપ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter