પ્રાઇવેટ વીડિયો લીક થવાના કારણે ચર્ચામાં આવેલી પેરિસ હિલ્ટને બોયફ્રેન્ડ સાથે કરી સગાઇ

જાણીતી બિઝનેસ વુમન અને રિયાલીટી સ્ટાર પેરિસ હિલ્ટને પોતાનાથી 4 વર્ષ નાના બોયફ્રેન્ડ એક્ટર-મોડલ ક્રિસ જિલ્કા સાથે સગાઇ કરી છે. હોલીવુડમાં જાણીતી પેરિસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ વાતની જાણકારી પોતાના ફેન્સને આપી છે. પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફોટો શેર કરતાં પેરિસે લખ્યું કે હું ખુબ જ ખુશ છુ કે હું પોતાના પ્રેમ, મિત્ર અને સોલમેટ સાથે સગાઇ કરી રહી છું. મને દુનિયાની સૌથી ભાગ્યશાળી યુવતી હોવાની લાગણી થઇ રહી છે. તે મારું સપનું સાકાર કર્યું.

પેરિસ અવારનવાર પોતાના બોયફ્રેન્ડ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

ઉલ્લેખનીય છે કે પેરિસ હિલ્ટન અને ક્રિસ જુલ્કાની મુલાકાત 7 વર્ષ પહેલા એક ઇવેન્ટ પાર્ટી દરમિયાન થઇ હતી. તેમણે પોતાના રિલેશનશીપ અંગે પોતાના ફેન્સને ફેબ્રુઆરી 2017માં જણાવ્યું હતું.

હિલ્ટન પહેલાં ‘હિલ્સ’ના સ્ટાર ડગ રેનહાઇટ સાથે 2007થી 2009, પૂર્વ બેકસ્ટ્રીઝ બોય નિક કાર્ટર અને યૂનાનના અબજપતિ ઉત્તરાધિકારી સ્ટાવરોસ નેરકોસને ડેટ કરી ચુકી છે. અગાઉ એક પ્રાઇવેટ વિડિયો લીક થવાના કારણે તે ચર્ચામાં આવી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter