First Look: પદ્માવતીનો ફર્સ્ટ લુક થયો રીલીઝ, પદ્માવતીમાં જોવા મળી જોધાની ઝલક

સંજય લીલા ભણસાલીના બહુપ્રતિક્ષિત પ્રોજેક્ટ પદ્માવતીનો ફર્સ્ટ લુક આજે રીલીઝ કરી દેવામાં આવ્યો છે. આ ફર્સ્ટ લુકમાં દીપિકા પાદુકોણ રજવાડાની રાણી તરીકે જોવા મળી રહી છે. પદ્માવતી ડિસેમ્બર 2017માં રીલીઝ થવાની છે.  આ ફર્સ્ટ પોસ્ટરમાં પદ્માવતી સાથે જોડાયેલા જૌહરને પણ  દર્શાવવામાં આવ્યું છે.  પોસ્ટર સિવાય ફિલ્મ વિશે કોઈ જ જાણકારી આપવામાં આવી નથી.

જોકે દીપિકા પાદુકોણનો લુક જોધા અકબરની ઐશ્વર્યાને ઘણો બધો મળતો આવે છે. દીપિકાએ તેના ટ્વ્ટિર પર આ પોસ્ટર શેર કર્યાંહતાં

 

 

 

શુ છે જૌહરની કથા

 

 

પદ્માવતીની કથાને  કવિ માલિક મુહમ્મદે  અવધિ ભાષામાં પદ્માવત નામથી લખી હતી. આ કથા મુજબ સિંહલ દ્વીપના રાજા ગંધર્વ સેન અને રાણી ચંપાવતીની દીકરી પદ્મિની અતિશય સુંદહ હતી અને તેની સુંદરતા પર દિલ્લીનો સુલ્તાન અલાઉદ્દીન ખિલજી મોહી પડ્યો હતો અને તેણે કોઈ પણ કિંમતે પદ્માવતીને મેળવવી હતી.  એટલા માટે તેણે ચિતૌડ પર હુમલો કર્યો  .જોકે રાણી પદ્માવતીએ ખિલજીને તાબે ન થતા પોતાની પ્રતિષ્ઠા અને સન્માનને સાચવવા  આગને હવાલે થઈ ગયા હતા.  ઇતિહાસમાં આ ઘટનાને જૌહરના નામે ઓળખવામાં આવે છે. કોઈ સ્ત્રીએ પોતાની પવિત્રતાને સાચવવા અગ્નિ પ્રવેશ  કર્યો હોય તેને  જૌહર કહેવાય છે. ઇતિહાસમાં નોંધ છે કે રાણી પદ્માવતીએ સોળ હજાર ક્ષત્રિયાણીઓ સાથે જૌહર કર્યું હતું.

પદ્માવતીનો ફર્સ્ટ લુકત લોકોને પસંદ આવી રહ્યો છે હવે જોવું રહ્યું કે આ ફિલ્મ દર્શકોને કેટલીક પસંદ આવે છે આ ફિલ્મમાં પ્રથમ વાર રણવીર અને દીપિકા રોમેન્ટિક કપલ તરીકે નહીં પરંતુ દુશ્મન તરીકે જોવા મળશે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter