ઓસ્કાર અવોર્ડઝ :’ ધિ શેપ ઓફ વોટર’ 13 કેટેગરીમાં નોમિનેટ

ફિલ્મ નિર્દેશક ગુઇલેરમો ડેલ ટોરોની ફિલ્મ ધિ શોપ ઓફ વોટર 90માં એકેડમી અવોર્ડેઝ સમારોહમાં 13 કેટેગરીમાં ઓસ્કાર અવોર્ડ્ઝ માટે નોમિનેટ કરવામાં આવી છે. ઓસ્કારની રેસમાં આગળ રહેલી ‘ડનકિર્ક’ અને ‘થ્રી બિલબોર્ડ આઉટસાઇડ એબિંગ, મિસૂરી’ ધિ શેપ ઓફ વોટરની સરખામણીમાં ઘણી પાછળ છે.

ઘિ શેપ ઓફ વોટર રેકોર્ડ 14 કેટેગરીમાં ઓસ્કાર માટે નોમિનેટ થનાર ચોથી ફિલ્મનો દરજ્જો મેળવવાથી ચૂકી ગઇ છે. અગાઇ ‘લાલા લેન્ડ’, ‘ઓલ અબાઉટ લવ’ અને  ‘ટાઇટાનિક’ અત્યારસુધીની એવી ત્રણ ફિલ્મો છે જેને 14 કેટેગરીમાં ઓસ્કાર જીતવાનું સન્માન મળ્યું છે.

ડનકિર્કને 8, થ્રી બિલબોર્ડ આઉટસાઇડ એબિંગ, મિસૂરીને 7, ફેન્ટમ થ્રેડને 6 અને ડાર્કેસ્ટ ઓવરને 6 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે.

બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં કુલ 9 ફિલ્મોને નોમિનેટ કરવામાં આવી છે. ધિ પોસ્ટમાં કેથરીન ગ્રાહમની ભુમિકા ભજવનાર અભિનેત્રી મેરિલ સ્ટ્રીપને 21મી વખત ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે. તેને આ ફિલ્મમાં દમદાર ભુમિકા માટે બેસ્ટ એક્ટ્રેસની કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ઓસ્કાર અવોર્ડેઝનું 4 માર્ચના રોજ આયોજન કરવામાં આવ્યું છે, જેને જીમી કિમેલ હોસ્ટ કરશે.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter