6GB રેમ અને ફેસ અનલૉક ફિચર સાથે Oppo Realme 1 ભારતમાં લૉન્ચ

ઓપ્પોના સબબ્રાન્ડ Realmeના સ્માર્ટફોન Realme 1 ભારતમાં લૉન્ચ થઇ ગયો છે.  ફોનની શરૂઆતની કિંમત 8,999 રૂપા છે. Realme 1ના 3જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ ધરાવતા વેરિએન્ટની કિંમત 8,990 છે જ્યારે 4જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ ધરાવતા વેરિએન્ટની કિંમત 10,990 રૂપિયા છે. આ ઉપરાંત Realme 1ના 6જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ધરાવતા વેરિએન્ટની કિંમત 13,990 રૂપિયા છે.

સ્પેસિફિકેશન્સ

Realme 1માં 6 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન ઑક્ટા-કોર મીડિયાટેક હીલીયો પી60 પ્રોસેસર, જેની મહત્તમ ક્લૉક સ્પીડ 2 ગીગાહર્ટ્ઝ અને એન્ડ્રોઇડ 8.0 ઓરિયો આધારિત કલરઓએસ 5.0 આપવામાં આવ્યુ છે. આ ફોન 3410 એમએએચની બેટરી  સાથે આવે છે.

સેલ્ફી લવર્સ માટે તેમાં 8 મેગાપિક્સલનો કેમેરા છે. આ ઉપરાંત રિલમી 1માં 13 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે જે એલઇડી ફ્લેશ સાથે આપવામાં આવ્યો છે.

આ સ્માર્ટફોનની ખાસિયત એ છે કે તેમાં ફેસઅનલોક ફિચર આપવામાં આવ્યુ છે. કંપનીએ દાવો કર્યો છે કે આ ફિચરની મદદથી માત્ર 0.1 સેકેન્ડમાં જ ફોન અનલોક થઇ જાય છે. તમે આ સ્માર્ટફોન સોલર રેડ અને ડાયમંડ બ્લેક કલર ઓપ્શન્સ સાથે ખરીદી શકો છો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter