Opening વિકેન્ડમાં ‘જગ્ગા જાસૂસ’એ કરી સારી કમાણી, જાણો 3 દિવસનું Box Office ક્લેક્શન

બોલિવુડના સ્ટારર રણબીર કપૂર અને કેટરિના કૈફની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’ ગત શુક્રવારે રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મને ક્રિટીક્સ અને ઑડિયન્સ તરફથી મિક્સ રિવ્યૂઝ મળ્યા હોવા છતાં ફિલ્મેએ ઑપનિંગ વિકેન્ડ પર બૉક્સ ઑફિસ પર સારી કમાણી કરી છે.

આ ફિલ્મે 3 દિવસમાં ભારતના બૉક્સ ઑફિસ પર 33.17 કરોડની કમાણી કરી છે. આ અંગેની જાણકારી તરણ આદર્શે ટ્વિટ કરીને આપી હતી.

આ ફિલ્મે પહેલા દિવસે 8.57 કરોડ રૂપિયા, બીજા દિવસે 11.53 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 13.07 કરોડની કમાણીની સાથે બૉક્સ ઑફિસ પર 33.17 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે.

આ ફિલ્મમાં રણબીર કપૂર, કેટરિના કૈફ સિવાય શાશ્વત ચેટર્જી, કિરણ શ્રીનિવાસ, સયાના ગુપ્તા, સૌરભ શુક્લા મુખ્ય ભૂમિકામાં છે. તો જુઓ, ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’નો રિવ્યુ..

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter