ચાર્જર સાથે આ નાની ભૂલ કરશો તો ફાટશે તમારા ફોનની બેટરી, જાણો કેવીરીતે

હંમેશા લોકો કોઈ પણ ચાર્જરથી પોતાનો સ્માર્ટફોન ચાર્જ કરી નાખે છે. પરંતુ જ્યારે લોકોની પાસે પોતાનુ ચાર્જર ઉપલબ્ધ હોતુ નથી ત્યારે બીજા કોઈનુ પણ ચાર્જર લઈ સ્માર્ટફોન ચાર્જ કરી નાખે છે અને વધુમાં લોકોને આ મુદ્દે વાંધો સર્જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ફોનની બેટરી ચાર્જ તો થાય છે, પરંતુ જો આવુ વધુ ચાલુ રાખવામાં આવે તો તમારા સ્માર્ટફોન માટે ઘાતક નિવડી શકે છે. આ સમાચારમાં અમે તમને સ્માર્ટફોનનુ ખોટી રીતે ચાર્જિગ કરવાથી થતા નુકસાન અંગે વાંકેફ કરીશું.

ખરેખર, આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિના ચાર્જરનો ઉપયોગ કરીએ છીએ તો જરૂરી નથી કે તે વ્યક્તિનું ચાર્જર તેટલી જ ક્ષમતાનુ હોય કે જેટલી આપણા સ્માર્ટફોનની કેપિસિટી હોય. એવામાં સ્માર્ટફોનની બેટરી પર દબાણ આવે છે. જો ચાર્જર ઓછી ક્ષમતાવાળુ હોય તો પણ ચાર્જર પર દબાણ આવે છે અને તેનાથી બેટરીનો પાવર ધીમે-ધીમે ઓછો થતો જાય છે અને તમારા સ્માર્ટફોનની બેટરીનુ સ્ટેન્ડબાય ટાઈમ ઓછો થવા લાગે છે. જો લાંબા સમય સુધી આવુ ચાલુ રાખવામાં આવે તો તમારા ફોનની બેટરી ફાટી શકે છે. એવા સમયે તમારે તમારા ચાર્જર દ્વારા ફોનની બેટરી ચાર્જ કરવી જોઈએ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter