ઓનલાઈન ખરીદી અોક્ટોબરથી પડશે મોઘી : સરકારે કર્યા અા ફેરફારો

ઈ કોમર્સ વેબસાઈટ પરથી જો તમે કંઈ પણ ખરીદી કરવાનું વિચારી રહ્યા હોય તો જલદી કરો. નહીં તો  અાવતા મહિનાથી અોનલાઇન ખરીદી મોંઘી થવાની છે. કેન્દ્ર સરકાર આ તહેવારોની સિઝનમાં ટેક્સરૂપી બોજ આમ આદમીનાં ખિસ્સામાં નાખવાં જઈ રહી છે. ઓક્ટોબર મહિનાથી કેન્દ્ર સરકાર ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ અને ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ દ્વારા ઈ કોમર્સ વેબસાઈટને સેન્ટ્રલ જીએસટી સાથે જોડી રહી છે.

જે અંતર્ગત કેટલીક યાદીમાં સમાવિષ્ટ વેબસાઈટ્સને 2.5 લાખથી વધુ ચીજવસ્તુઓની વેંચાણ પર રાજય સરકારોને 1 ટકા ટીસીએસ આવક તરીકે આપવી પડશે. આ વ્યવસ્થા 1 જુલાઈ 2017 નાં રોજ જીએસટી જ્યારે લાગુ થયો તેનાં હિસાબે કરવામાં આવી છે. જેનાં માટે વેપાર સંસ્થાઓ ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ માટે તૈયાર થાય. જેની મુદ્દત 30 સપ્ટેમ્બર 2018 સુધી રાખવામાં આવી હતી. સરકારનો દાવો છે કે આ પ્રકારની વ્યવસ્થાથી તમામ ડાયરેક્ટ અને ઈન ડાયરેકટ ટેક્સની ચોરી થતી અ‍ટકશે. આ માટે 18 સપ્ટેમ્બરથી એવી કંપનીઓનાં રજિસ્ટ્રેશન શરૂ થશે.

કંપનીઓ માટે નિયમોનાં પાલનની તૈયારી માટે ખૂબ ઓછો સમય રહી ગયો છે. તેમણે 2 અ‍ઠવાડિયા જેટલા ઓછાં સમયમાં પોતાની સિસ્ટમ બદલવી પડશે. સરકારને ગયાં વર્ષે સીજીએસટી દ્વારા 3 લાખ કરોડની આવક મળી હતી. અલબત ગયાં ઓગષ્ટ મહિનામાં સરકારને સૌથી ઓછી જીએસટી રૂપે આવક મળી છે. જે રૂપિયા 93,960 કરોડ જેટલી છે. જાણકારો જોકે, આ પગલાંને ઉતાવળમાં લીધેલો નિર્ણય ખપાવી રહ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter