ભારતમાં 17મે એ લોન્ચ થશે OnePlus 6, જાણો શું છે ફીચર્સ

OnePlusનો સ્માર્ટફોન OnePlus 6 ભારતમાં ૧૭મેના રોજ લોન્ચ થશે. 16મેના રોજ આને લંડનમાં લોન્ચ કરવામાં આવશે. આ ફોનથી કંપની અને તેના ફેન્સને ઘણી આશા છે. કારણકે આ એવા સમયે લોન્ચ થઇ રહ્યો છે જયારે સ્માર્ટફોનમાં નવા ટ્રેન્ડસ શરૂ થઇ રહ્યા છે. આ ફોનના ફોટો લીક થઇ ચુક્યા છે. અને અમુક સ્પેસિફિકેશન્સ પણ કંપનીએ શેર કર્યા છે.

iPhone X જેવું જ ડિસ્પ્લે આ ફોનમાં જોવા મળશે. કંપની આ સ્માર્ટફોનનું સ્પેશિયલ એડીશન Avenger Infinity war પણ લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટ ફોનને મુંબઈમાં લોન્ચ કરવામાં આવશે.

શું હશે OnePlus 6માં ખાસ

ફ્લેગશીપ પ્રોસેસર

OnePlus 6માં ક્વૉકૉમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવશે

વોટર રજિસ્ટન્ટ

One Plus એ પોતાના ટીઝર દ્વારા એ જણાવવાનો ટ્રાય કર્યો છે કે આ સ્માર્ટફોન વોટર રજિસ્ટન્ટ હશે.

સિરામિક બેક

લિક્સ અને ટીઝરમાં મળતી માહિતી અનુસાર અંદાજો લગાવી શકાય કે OnePlus 6 સિરામિક બેક વાળો હશે.

કુલ વ્યૂ ડિસ્પ્લે

OnePlus 6નો ફ્રન્ટ ભાગ 90 ટકા ડિસ્પ્લે હશે અને પાતળા બેઝનો હશે. આની બોડી મેટલ અને ગ્લાસની હશે.

મેમરી

OnePlus 6ના ટોપ મોડલમાં 8GB રેમ સાથે 256GBની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી શકે છે. જયારે શરૂઆતી મોડલમાં 6GB રેમ હશે.

સોફ્ટવેર

આ સ્માર્ટફોન Android 8.1 Oreo પર આધારિત OxygenOS પર આવી શેક છે અને આમાં જેસ્ચર સપોર્ટ પણ હશે તેવી આશા છે.

આ ઉપરાંત આ ફોનમાં ડુયલ રિયર કેમેરો પણ હશે. ફેસ અનલોકને વધારે સારું બનાવામાં આવી રહ્યું છે. ડેશ ચાર્જિંગ કંપનીની ખાસિયત છે માટે આ ફોનમાં પણ ડેશ ચાર્જિંગ આપવામાં આવશે જેનાથી ફોન જડપથી ચાર્જ થઇ જશે.

કિંમતની વાત કરવામાં આવે તો OnePlusના ભાવ હંમેશાથી ઉચા ભાવમાં લઈ છે અને આ વખતે પણ OnePlus 6ની કિંમત 35,000થી 40,000ની વચ્ચે હોઈ શકે છે.

CRICKET.GSTV.IN

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter