મ્યુઝિક મેસ્ટ્રોની ફિલ્મ વન હાર્ટઃ ધ એ.આર. રહેમાન કોન્સર્ટનું ટ્રેલર થયું લોન્ચ

વિશ્વભરમાં જાણીતા સંગીતકાર એ.આર. રહેમાનની ફિલ્મ ‘વન હાર્ટઃ ધ એ.આર. રહેમાન કોન્સર્ટ’ નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું.  આ ફિલ્મ રહેમાનના જીવનના ઘણા વણસ્પર્શ્યા પાસાનો પરિચય કરાવે છે.  તેમજ ઘણાં બધાં જાણીતાં ગીતો અને ન જોયેલા ફૂટેજનો પણ આ ટ્રેલરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ‘વન હાર્ટઃ ધ એ.આર. રહેમાન કોન્સર્ટ’ ફિલ્મ  25 ઓગસ્ટે વિશ્વભરમાં રીલીઝ થઈ રહી છે. આ ફિલ્મ રહેમાનના ફેન્સ માટે એક મજાની ટ્રીટ હશે, કારણ કે   આ ટ્રેલરમાં રહેમાનની યાદોને સરસ રીતે કચકડે કંડારવામાં આવી છે.  આ ટ્રેલર રહેમાનના વ્યક્તિત્વના બે પાસાને રજૂ કરે છે. એક રહેમાન જે શાંત, શાલિન અને થોડા અતડા છે જે પ્રકૃતિ પ્રેમી છે અને જાત સાથે સમય ગાળવાનું પસંદ કરે છે. અને વ્યક્તિત્વનું બીજું પાસું જેમાં સંગીતને અનહદ પ્રેમ કરે છે.  અને સંગીતના જાદુથી તેઓ આપણને એક બીજી જ દુનિયામાં લઈ જાય છે.

 ‘વન હાર્ટઃ ધ એ.આર. રહેમાન કોન્સર્ટ’ ફિલ્મ સચિનની ફિલ્મની જેમ એક ડોક્યુડ્રામા કહી શકાય. કારણ કે ફિલ્મમાં પણ રહેમાનના ઘણા ઇન્ટરવ્યૂ છે. કોઈસંગીતકાર ઉપર બનેલી કદાચ આ પ્રથમ ફિલ્મ હશે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા બનેલી સચિનની બાયોપિક ડોક્યુડ્રામાને ઘણો પોઝિટીવ રિસ્પોન્સ મળ્યો હતો.

 

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter