NRI વોટિંગ મામલે SCએ કેન્દ્ર સરકારને આપી છેલ્લી તક

દેશમાં એનઆરઆઇ વોટિંગ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આખરી મોકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 21 જુલાઈ સુધીમાં આના સંદર્ભે વિગતો આપવાનું જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એનઆરઆઈને વોટિંગનો અધિકાર આપવા માટે સરકાર માત્ર નિયમોમાં ફેરફાર કરશે અથવા તો તેના માટે કાયદામાં પરિવર્તન કરવું પડશે.

મહત્વપૂર્ણ છે કે 2014માં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે તેમને ચૂંટણી પંચની ભલામણ મંજૂર છે. ચૂંટણી પંચે ભલામણ કરી હતી કે એનઆરઆઈને વોટિંગ કરવાનો અધિકાર આપવો જોઈએ. જો આના સંદર્ભે નિર્ણય થઈ જશે તો આગામી સમયમાં 1 કરોડથી વધારે એનઆરઆઈને ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર મળશે. સરકારી આંકડાઓ મુજબ કુલ 1 કરોડ 37 હજાર એનઆરઆઇ છે. તેમાં યૂએઇમાં 17 લાખ 50 હજાર તથા યુકેમાં 15 લાખ, અમેરિકામાં 9 લાખ 27 હજાર સહિત અન્ય દેશોમાં પણ એનઆરઆઇ છે.

ચૂંટણી પંચની કમિટીએ એનઆરઆઈને વોટિંગ કરવા માટે ઈ-પોસ્ટલ બેલેટની વ્યવસ્થાની ભલામણ કરી છે. તેમને ઈ-બેલેટ આપવામાં આવે અને તેઓ બાદમાં પોસ્ટ દ્વારા તેને પાછા મોકલે તેના માટે તમામ એનઆરઆઈ પોતાના દૂતાવાસમાં નોંધણી કરાવે.

સરકારનું કહેવું હતું કે આ પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે, કારણ કે તેના માટે પ્રવર્તમાન કાયદામાં પરિવર્તનથી લઈને વિદેશ મંત્રાલય સાથે વિચારણા જેવા પગલા ઉઠાવવાના બાકી છે. આના સંદર્ભે એક કમિટી પણ બનાવી દેવાઈ છે. હાલ સુપ્રીમ કોર્ટે સરકારને 8 સપ્તાહનો સમય આપ્યો છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter