પાંચ વર્ષોથી ટોપ રહેલા ગંગનમ ગીતને પછાડી Fast & Furious 7નું ગીત બન્યું યૂટ્યૂબ કિંગ

ગંગનમ સ્ટાઇલનો જાદુ હવે યૂઝર્સમાં ઓછો થઈ ગયો છે. કારણ કે છેલ્લા પાંચ વર્ષોથી સર્વોચ્ચ સ્થાને રહેલાં આ ગીતનો પ્રથમ રહેવાનો રેકોર્ડ તૂટી ગયો છે.  અને હવે એક નવું ગીત યૂટ્યૂબનું કિંગ બની ગયું છે.  આ ગીત ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ 7ના એન્ડમાં બતાવવામાં આવે છે. ગંગનમના દક્ષિણ કોરિયાના સિંગર સાઇને માત આપીને વિજ ખલિફા અને  ચાર્લી પથનું ગીત સી યૂ અગેઇન યૂટ્યૂબ પર ધમાલ મચાવી રહ્યું છે. અત્યાર સુધીમાં આ ગીત 90 કરોડ લોકોએ  જોયું છે. જ્યારે ગંગનમને અત્યાર સુધીમાં  89 કરોડ લોકો જોઈ ચૂક્યા છે.

સી યૂ અગેઇને બે વર્ષમાં જ આ રેકોર્ડ બનાવ્યો છે. વિજ ખલિફાએ આ ગીતેન 6 એપ્રિલ 2015ના રોજ યૂ ટ્યૂબ પર અપલોડ કર્યું હતું જ્યારે સાઇનું ગીત  15 જુલાઈ 2012ના રોજ અપલોડ કરવામાં આવ્યું હતું. અને ગંગનમ સ્ટાઇલ પ્રથમ એવું ગીત હતું જેણે અરબો લોકોએ જોયું હતું.

સી યૂ અગેઇનના સિંગર ચાર્લી પર્થે  2007માં  યૂટ્યૂબ જોઇન કર્યું હતું.  આ ગીતને ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ 7 માટે બનાવવામાં આવ્યું હતું. અને ફિલ્મના અંતમાં  તેને પોલ વોકરની યાદમાં બતાવવામાં આવે છે. જેમનું મૃત્યુ એક કાર અકસ્માતમાં થયું હતું. સી યૂ અગેઇનના સંવેદનશીલ શબ્દોને કારણે બ્રિટનમાં તે શોક સભા તથા શ્રદ્ધાંજલિ સભામાં પણ વગાડવામાં આવે છે.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter