અમેરિકાને ચેતવણી, ‘નોર્થ કોરિયાની સાથે યુદ્ધ કરવું એટલે આગના ગોળા સાથે રમવું’

ઉત્તર કોરિયાના વિદેશ પ્રધાને બુધવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન તાક્યુ છે. તેમણે કહ્યુ છે કે, નોર્થ કોરિયાની સાથે યુદ્ધ  કરવુ આગના ગોળા સાથે રમવા બરાબર છે.

અમેરિકાએ તેની કિંમત ચુકવવી પડશે. પ્યોંગયાંગ દ્વારા મિસાઈલ પરીક્ષણ બાદ અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે તણાવ વધી ગયો છે. બંને દેશના પ્રમુખો એકબીજા પર વાકપ્રહાર કરી રહ્યા છે. એકતરફ ટ્રમ્પ ઉત્તર કોરિયાને ખત્મ કરવાની વાત કરી ચુક્યા છે. તો ઉત્તર  કોરિયાના પ્રમુખ કિમજોંગ ઉને તેમને માનસિક રીતે સનકી ગણાવ્યા છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter