ઉત્તર કોરિયાનું સંકટ દૂર કરવા ભારત નિભાવી શકે છે મહત્વપૂર્ણ ભૂમિકા : US

અમેરિકાના એક ટોચના કમાન્ડરનું માનવું છે કે ઉત્તર કોરિયા સંકટને ખતમ કરવામાં ભારત મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. ભારત ઉત્તર કોરિયન નેતૃત્વને તેના પરમાણુ કાર્યક્રમોથી ઉત્પન્ન થઇ રહેલા ખતરાની ગંભીરતાને સમજાવવામાં મદદ કરી શકે છે.

યુએસ પેસિફિક કમાન્ડના કમાન્ડર એડમિરલ હેરી હેરિસનું કહેવું છે કે આ અંગે નિર્ણય ભારતને કરવાનો છે કે તે કયા પ્રકારની ભૂમિકા નિભાવવા ઇચ્છે છે. તેમનું માનવું છે  કે ભારતનો અવાજ બુલંદ છે જેથી લોકોનું ધ્યાન તેના પર જશે. જેથી ભારત કદાચ આ વાતની ગંભીરતા સમજાવવામાં ઉત્તર કોરિયાની મદદ કરી શકે છે જેને અમેરિકા ખતરો માને છે.

ઉત્તર કોરિયાએ જુલાઇમાં બે ઇન્ટર કોન્ટીનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. જે પછી ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેનો તણાવ વધી ગયો છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter