ચાર્જિંગમાં મુકેલા Nokiaના ફોનમાં બ્લાસ્ટ થતાં યુવતીનું કમકમાટીભર્યુ મોત

ઓડિશામાં નોકિયા ફોનમાં બ્લાસ્ટ થવાથી 18 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું છે. મિડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના ઝારસુગુડા જિલ્લાના ખેરિયાકાની ગામની છે. અહીં મોબાઇલને ચાર્જિંગમાં લગાવીને વાત કરી રહેલી ઉમા ઉરાવની ફોનમાં અચાનક થયેલા વિસ્ફોટ થતાં મોત નિપજ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે મોબાઇલમાં વિસ્ફોટ થતાં જ આગ લાગી ગઇ અને ઓરડામાં ધુમાડો ફેલાઇ ગયો. ઘટનામાં ઉમા ગંભીર રીતે દાઝી ગઇ હતી અને તે બેભાન થઇ ગઇ હતી. પરિવારજનોએ યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

પોલીસે કેસ દાખલ કરીને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે નોકિયા 5233 મૉડલમાં બ્લાસ્ટ થયો છે. આ અંગે એચએમડીએ હાથ ઉચાં કરી લીધાં છે. કંપનીનું કહેવું થે રે તેમણે નોકિયાના આ મૉડલનો ફેન બનાવ્યા નથી કે વેચ્યો પણ નથી. જ્યારે આ મૉડલનો ફોન હજુ પણ દિગ્ગજ ઇ-કોમર્શ કંપનીઓ જેવી કે એમેઝોન અને ફ્લિપકાર્ટની સાઇટ પર વેચવામાં આવી રહ્યાં છે.

મિડિયા રિપોર્ટ્સ અનુસાર મોબાઇલમાં બ્લાસ્ટ થવાથી ઉમાના હાથ. છાતી ને પગ ગંભીર રીતે દાઝી ગયા હતા. તે ફોન ચાર્જિંગમાં લગાવીને પોતાના સંબંધી સાથે વાત કરી રહી હતી. આ ઘટના બાદ બ્લાસ્ટ થયેલા મોબાઇલની તસવીરો વાયરલ થઇ રહી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter