ગુજરાતભરમાં પૈસાની અછત , એટીએમમાંથી નથી નીકળતા પૈસા

ગુજરાતમાં વધુ એક વખત નોટબંધી જેવી પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે. અમદાવાદના એટીએમમાં કરન્સી નોટોની અછત સર્જાતા એટીએમ શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે. એટીએમમાંથી પોતાના જ પૈસા ઉપાડવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ એનસીબીના યુનિયનના પૂર્વ જનરલ સેક્રેટરીનો દાવો છે કે કેટલી નોટ છપાઈ કે કેટલી નોટ છે તે અંગે કોઈ સ્પષ્ટ રીતે નથી જણાવી શકતું એટલે આરબીઆઇ ચૂપ છે.

અમદાવાદમાં ભૂયંગદેવ વિસ્તારમાં એટીએમ પાસે લગાવવામાં આવેલા બોર્ડનો મતલબ છે કે એટીએમમાં પૈસા ઉપાડવા સિવાયની કામગીરી થઇ શકશે. પણ જો તમારે પૈસા જોઇતા હોય તો તે નથી. અને આ એક એટીએમની હાલત નથી. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં એટીએમ ખાલીખમ છે. એટીએમમાં પૈસા ન હોવાથી મુસાફરો, વિદ્યાર્થીઓ તેમજ ખરીદી માટે આવેલા લોકો હેરાન થઇ રહ્યા છે.

CRICKET.GSTV.IN

અમદાવાદ શહેર ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં રોકડની અછત સર્જાતા વધુ એક વખત અઘોષિત નોટબંધી જેવો માહોલ સર્જાયો છે. રિઝર્વ બેંકમાંથી રોકડનો પૂરતો જથ્થો ન મળતા એટીએમમાં લોડ કરાયો નથી. પરંતુ આરબીઆઇ કેટલી નોટો છપાઈ રહી છે અને કેટલી રકમ હાથ પર છે તેની પણ કોઈ સ્પષ્ટતા ન કરી શકતું હોવાનો દાવો એનસીબી યુનિયનના પૂર્વ જનરલ સેક્રેટરી કરી રહ્યા છે.

એટીએમમાં રોકડની અછતને કારણે સામાન્ય જીવન પર ભારે અસર પડી રહી છે. બીજી તરફ સામાન્ય પગારમાં કામ કરતા લોકોને ડીજીટલ ઈકોનોમી સાથે વ્યવહાર કરવો પણ પોસાય તેમ નથી. કારણ કે કોઇપણ જગ્યા પર પેમેન્ટ કરવા વિવિધ ચાર્જીસ ચૂકવવા પડે છે. આથી જો રોકડની અછતનો અંત નહીં આવે તો લોકો ફરી રસ્તા પર આવવા મજબુર થશે એવો માહોલ સર્જાયો છે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter