હવેથી મોબાઈલ પર વાતચીત કરવા માટે સર્વિસ પ્રોવાઈડરની જરૂર રહેશે નહીં

આગામી દિવસોમાં હવે મોબાઈલ ફોન ધારકો સીમ કાર્ડ વિના પણ માત્ર ઈન્ટરનેટ કનેકશનથી વાત કરી શકશે. તેમજ આ માટે ફોન પર વાતચીત માટે સર્વિસ પ્રોવાઈડરની પણ જરૂર નહિ પડે. આ માટે માત્ર વાઈફાઈ કનેકશન લેવાનું રહેશે. આ નવી ટેકનિક પંજાબ યુનિવર્સિટી ઓફ એન્જિનિયરિંગના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વિકસાવી છે.

આ ટેકનિકથી કોઈ પ્રકારની ગુપ્તતા અથવા ડેટા લીક થવાનો ખતરો રહેશે નહીં. નાના નાના વિસ્તારમાં પણ આ ટેકનિક ખૂબ મદદરૂપ બની શકે તેમ છે. આ અંગે આ વિભાગના પ્રોફેસર સાક્ષી, પ્રો. સરબજીત અને પ્રો. હરીશના સુપરવિઝનમાં રિસર્ચ સ્કોલર નીતીશ મહાજન અને ચીનુ સિંગલા સહિત એમટેકની આખી ટીમે આ ટેકનિક વિકસાવી છે. આ ટેકનકને વિકસાવતાં માટે લગભગ બે વર્ષ લાગ્યાં છે.

તેમાં પીયુના યુઆઈઈટીના શિક્ષકો અને પીએચ.ડી સ્કોલર્સને લગભગ ૧૪ લાખની સ્કોલરશિપ મળી છે. જ્યારે અન્ય ઉપકરણો ખરીદવામાં, ઈન્ફ્રાસ્ટ્રકચરને જોડવા અને લેબ બનાવવામાં પણ આટલો જ ખર્ચ થયો છે. આ રીતે આ પ્રોજેકટ માટે ભારત સરકાર પાસેથી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. જે અંગે કામ શરૂ થઈ ગયું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter