અરબાઝની ફિલ્મ ‘નિર્દોષ’નું પોસ્ટર થયું રિલિઝ

તેરા ઇન્તેઝારમાં સની લિયોની સાથે રોમાન્સ કર્યા બાદ હવે અરબાઝ ખાન પોતાની આગામી ફિલ્મ ‘નિર્દોષ’ સાથે તૈયાર છે. તેઓ ટૂંક સમયમાં ક્રાઇમ થ્રિલર ફિલ્મ લઇને આવી રહ્યાં છે. નિર્દોષનું ફર્સ્ટ લૂક ઓનલાઇન લોન્ચ કરવામાં આવ્યો છે.

પોસ્ટરમાં એક મર્ડરના સમાચારની ન્યૂઝપેપર ક્લિપ છે. તેની ઉપર અરબાઝની તસવીર જોઇ શકાય છે.

આ ઉપરાંત પોસ્ટરમાં અન્ય કલાકરોનો કોલાજ પણ દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મની ટેગ લાઇન ‘who is the real killer’ આ ફિલ્મનું સસ્પેન્સ ક્રિએટ કરે છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter