ગુજરાતી ફિલ્મ અને નાટ્ય જગતના જાણીતા કલાકાર નીમેષ દેસાઈનું નિધન

રંગમંચના જાણીતા કલાકાર નીમેષ દેસાઈનું નિધન થયું છે. તેઓએ ગુજરાતી ફિલ્મ અને નાટ્ય જગતમાં એકથી વધુ ક્ષેત્રમાં સફળતા મેળવી હતી.

નીમેષ દેસાઈ ફિલ્મ મેકર, અભિનેતા, થિયેટર ડાયરેક્ટર, ગાયક, મ્યુઝિક કંપોઝર, શોર્ટ સ્ટોરી રાઈટર, ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર અને વોઈસ ઓવર આર્ટિસ્ટ તરીકેને પોતાની અભિવ્યક્તિ રજૂ કરી ચુક્યા છે. તેઓનું હોમટાઉન મુંબઈ હતું અને અમદાવાદમાં રહેતા હતા.

નીમેષ દેસાઈએ મુંબઈના વિલે પોર્લેમાં ગોકળીબાઈ હાઈસ્કુલમાં શિક્ષણ મેળવ્યુ હતુ અને ઉચ્ચ અભ્યાસ ગુજરાત યુનિવર્સિટીમાંથી કર્યો હતો. તેઓએ 35 વર્ષમાં 100થી વધુ નાટકોનું દિગ્દર્શન, 16 સિરિયલ્સ રજૂ કરીને રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી.

ગુજરાતી ફિલ્મ નસીબની બલિહારીથી ખાસ્સી પ્રસિદ્ધી મેળવી હતી, આ ફિલ્મને 8 એવોર્ડ મળ્યા હતા

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter