NGT એ અમરનાથ યાત્રામાં મંત્રોચ્ચાર અને જયનાદ કરવાની ફરમાવી મનાઈ- બીજેપીએ કહ્યું એન્ટિ હિન્દુ

નેશનલ ગ્રીન  ટ્રિબ્યુનલે અમરનાથ યાત્રામાં  જયકાર લગાવવા તથા મંત્રોના ઉચ્ચારણ  કરવા  મનાઈ ફરમાવી છે.  એનજીટીએ અમરનાથને સાયલનસ્ ઝોન જાહેર કરવા માટેનો આદેશ આપતા કહ્યું હતું કે   આ વિસ્તાર પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે.આ વિસ્તારમાં  ગ્લેશિયરોની સંવેદનશીલતાને ધ્યાને રાખતા અહીંય ઘોઁઘાટ ન હોવો જોઈએ,  તેજમ યાત્રાળુઓની સંખ્યા પણ સીમિત હોવી જોઈએ.

દરમિયાન આ બબાતે વિવાદ થવાનો શરૂ થઈ ગયો છે. અને બીજેપીએ આ હુકમને એન્ટિ હિન્દુ ગણાવ્યો છે. એનજીટીએ અમરનઆથ શ્રાઇન બોર્ડને આદેસ આપતા જણાવ્યું હતું કે અમરનાથમાં ઘટંડી પણ ન વગાડવી જોઈએ. અને યાત્રિકોને મોબાઇલ ફોન તેમજ અન્ય વસ્તુઓ લઇને ન જવા દેવા જોઈએ.એટલુંજ નહીં એનજીટીએ  પોતાના આદેશમાં એ પણ કહ્યું કે  અમરનાથ શ્રાઇન બોર્ડે એ નક્કી કરવું જોઈએ કે  શ્રદ્ધાળુઓ છેલ્લી ચેકપોસ્ટ થી અમરનાથ ગુફા સુધી એખ જ લાઇનમાં જાય.

આ મુદ્દો રાજકારણ ગરમાઈ ગયું છે અને બીજેપીએ  આ નિવેદનને એન્ટિ હિન્દુ એજન્ડા કહ્યું છે.   બીજેપી દિલ્લીના પ્રદેશ પ્રવક્તા તેજિંદર પાલ બગ્ગાએ જણાવ્યું હતું કે જે રીતે એનજીટીના નિવેદન હિન્દુઓની વિરુદ્ધમાં હોય છે તે જોતા અમે તેનો વિરોધ કરીએ છીએ.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter