શું ભારતના લોકોની માનસિકતા બદલાઈ રહી છે? આ વાંચીને તમે પણ સહમત થશો

શું ભારતના લોકોની માનસિકતા બદલાઈ રહી છે. શું ખરેખર મેરા દેશ બદલ રહા હૈ?  આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે. કારણ કે નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સર્વેના સર્વેક્ષણ પ્રમાણે 15 થી 49 વર્ષની 79 મહિલાઓ અને 15 થી 54 વર્ષના 78 ટકા પુરુષો પોતાના પરિવારમાં ઓછામાં ઓછી એક પુત્રીની ચાહત ધરાવે છે. પુત્રીની ચાહત રાખનારા ધાર્મિક અને જ્ઞાતિય સમુદાયોમાં અનુસૂચિત જાતિઓ, આદિવાસી અને મુસ્લિમો સૌથી વધુ આગળ છે. આ મામલામાં યુપી અને બિહાર સૌથી વધુ આગળ છે.

પુત્રીઓને લઈને ભારતીય સમાજની માનસિકતામાં પરિવર્તન આવ્યું છે. હવે દીકરીઓને ગર્ભાવસ્થા દરમિયાન જ મારી નાખવાના વિચારથી દેશ આગળ વધી ચુક્યો હોવાનું દેખાઈ રહ્યું છે.  નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સર્વેના સર્વેક્ષણ પ્રમાણે, 15થી 49 વર્ષની ઉંમરની 79 ટકા મહિલાઓ કુટુંબમાં એક પુત્રીની ચાહત ધરાવે છે. તો પુરુષો પણ આમા પાછળ જરૂર છે. પણ એટલા પાછળ નથી. એનએફએચએસના સર્વે પ્રમાણે, 15 થી 54 વર્ષના 78 ટકા પુરુષો પોતાના પરિવારમાં ઓછામાં ઓછી એક પુત્રીના હોવાની ઈચ્છા ધરાવે છે. આવી ચાહત ધરાવતા ધાર્મિક સમૂહોમાં મુસ્લિમો સૌથી વધુ આગળ છે. તો જ્ઞાતિય સમુદાયોમાં અનુસૂચિત જાતિ અને આદિવાસી સૌથી વધુ આગળ છે. તો પુત્રીની ચાહત ધરાવનારા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ અને બિહાર સૌથી વધુ આગળ છે.

સર્વેક્ષણ પ્રમાણે, ગરીબીની રેખાની નીચે આવનારા વર્ગો અને નિમ્ન-મધ્યમવર્ગીય પરિવારોની 86 ટકા મહિલાઓ અને 85 ટકા પુરુષો પુત્રીના જન્મને લઈને સૌથી વધુ સહજ અને ઉત્સાહીત છે. મુસ્લિમ, અનુસૂચિત જાતિ અને આદિવાસી સમુદાયોના પરિવારોએ બાકી સમુદાયોના મુકાબલે પુત્રીના જન્મને વધુ મહત્વ આપ્યું છે. આ ત્રણેય સમુદાયોની મહિલાઓ પણ પોતાના કુટુંબમાં પુત્રીનો જન્મ થવો બેહદ જરૂરી માને છે.

2005-06ના એનએફએચએસના સર્વેની સરખામણી કરવામાં આવે તો ગામડાની મહિલાઓએ પુત્રીની ચાહતના મામલે શહેરી મહિલાઓને પાછળ રાખી દીધી છે. જૂના સર્વેમાં 74 ટકા શહેરી અને 65 ટકા ગ્રામીણ મહિલાઓએ પુત્રીની ઈચ્છા જાહેર કરી હતી. જો કે તાજેતરના સર્વેમાં 75 ટકા શહેરી અને 81 ટકા ગ્રામીણ મહિલાઓએ પુત્રીની ચાહત હોવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પુત્રીની ચાહત પર શિક્ષણ સ્તરની પણ સીધી અસર જોવા મળી છે. 12મું ધોરણ પાસ 85 ટકા મહિલાઓ અને ઓછી શિક્ષિત 72 ટકા મહિલાઓએ પુત્રીઓને પરિવારમાં બેહદ જરૂરી માની છે.

સર્વે પ્રમાણે, 80 ટકા ગ્રામીણ પુરુષો અને 75 ટકા શહેરી પુરુષોએ પુત્રીનો જન્મ જરૂરી માન્યો છે. જો કે 74 ટકા ભણેલા અને 83 ટકા ઓછા શિક્ષિત પુરુષોએ પુત્રીને પહેલી પસંદ ગણાવી છે.

81 ટકા મુસ્લિમ પરિવારોએ ઘરમાં પુત્રીઓ હોવી જરૂરી હોવાનું જણાવ્યું છે. જ્યારે 79 ટકા બુદ્ધિસ્ટ, 79 ટકા હિંદુ મહિલાઓએ પણ પરિવારમાં ઓછામાં ઓછી એક પુત્રી હોવાની ચાહત વ્યક્ત કરી છે. જ્ઞાતિય સમુદાયની વાત કરીએ તો 81 ટકા અનુસૂચિત જાતિ, 81 ટકા આદિવાસી, 80 ટકા ઓબીસી પરિવારોની મહિલાઓએ પુત્રીની ચાહત વ્યક્ત કરી છે. 84 ટકા આદિવાસી પુરુષ અને 79 ટકા અનુસૂચિત જાતિ પુરુષો પણ પુત્રીની ચાહત ધરાવે છે.

સર્વેમાં સામે આવ્યું છે કે 19 ટકા મહિલાઓએ દીકરીઓ કરતા દીકરાઓને મહત્વના ગણાવ્યા છે. જ્યારે માત્ર 3.5 ટકા મહિલાઓએ કહ્યુ છે કે તેમને માત્ર દીકરીઓ જ જોઈએ છે. જો કે બિહારની 37 ટકા અને યુપીની 31 ટકા મહિલાઓએ હજીપણ દીકરાઓને દીકરીઓ કરતા વધારે જરૂરી ગણી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter