16,36,75,45,861 રૂપિયામાં વેચાશે આ પ્લેયર, થવા જઇ રહી છે આ વર્લ્ડ રેકોર્ડ ડિલ

તાજતેરમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ફૉર્બ્સના ટૉપ-100 સૌથી ધનિક પ્લેયર્સની લિસ્ટમાં જગ્યા મળી છે. ધોનીની વાર્ષિક કમાણી 28.7 મિલિયન ડૉલર (લગભગ 2 અબજ રૂપિયા) બતાવવામાં આવી છે. પરંતુ એક પ્લેયરે એક એવો રેકોર્ડ તોડ્યો છે જે ધોની તો દૂર, દુનિયાની તમામ ગેમના પ્લેયર્સને કમાણીના મામલામાં પાછળ છોડી દેશે.

ફૂટબૉલ અને બૉક્સિંગના પ્લેયર્સની કમાણી અને ફૂટબૉલર્સના એકમાંથી બીજા ક્લબમાં આવવા-જવાની સફર દાયકાઓથી રમત ઇતિહાસની સૌથી મોંઘી ડિલ્સ રહી છે. 4 વર્ષ પહેલા ટોટેનહેમ સ્પર ક્લબમાંથી રમનાર વેલ્સના ફૂટબૉલર ગેરેથ બેલને 100 મિલિયન યૂરો (લગભગ 7.5 અબજ રૂપિયા)માં સ્પેનિશ ફૂટબૉલ ક્લબ રીયલ મેડ્રિડે ખરીદ્યો ત્યારે દુનિયામાં ખૂબ ચર્ચા થઇ હતી. તે એક વર્લ્ડ રેકોર્ડ હતો. પરંતુ ગત વર્ષે માનચેસ્ટર યૂનાઇટેડએ ફેન્ચ ફૂટબૉલર પૉલ પોગ્બાએ ઇટલીના ક્લબ જૂવેન્ટસમાંથી 105 મિલિયન ડૉલર (લગભગ 8 અબજ રૂપિયા)માં ખરીદીને નવો રેકોર્ડ બનાવી દીધો પરંતુ હવે આ રેકોર્ડ પણ તૂટવા જઇ રહ્યો છે. સૂત્રોનુસાર સ્પેનિશ ક્લબ બાર્સિલોનામાંથી રમનાર બ્રાઝિલનો નેમાર જૂનિયરને ફ્રેચ ફૂટબૉલ ક્લબ પેરિસ સેન્ટ-જર્મેન 196 મિલિયન પાઉન્ડ (લગભગ 16.5 અબજ રૂપિયા)માં ખરીદવામાં આવી રહ્યો છે.આ એક વર્લ્ડ રેકોર્ડ ડિલ હશે અને સૂત્રોનુસાર નેમારે પણ આ માટે હા પાડી દીધી છે હવે માત્ર અધિકારિક ઘોષણા બાકી છે.

આ કૉન્ટ્રાક્ટ ફાઇનલ થતા નેમાર દર અઠવાડિયે મોટી રકમ પોતાની સેલરી રૂપે મેળવશે. નેમારને પેરિસ સેન્ટ જર્મેન દર સપ્તાહ 5,96,000 પાઉન્ડ (લગબગ 5 કરોડ રૂપિયા)ની સેલરી આપશે. વાસ્તવમાં પેરિસ સેન્ટ જર્મેન યૂરોપિયન ફૂટબૉલની સૌથી મોટી તાકત બનાવા ઇચ્છે છે અને પોતાની ઇચ્છા પહેલા પણ બતાવી ચૂક્યુ છે. રસપ્રદ વાત એ છે કે આ માટે તે બ્રાઝિલિયન પ્લેયર્સનો સહારો લઇ રહ્યા છે. હાલમાં પેરિસ સેન્ટ જર્મેનની પાસે થિયોગો સિલ્વા, દાની અલ્વેસ, મારક્વિનહોસ અને લુકાસ મોરા જેવા બ્રાઝિલિયન પ્લેયર્સ છે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter